Damanganga Times.

Damanganga Times.

August 13, 2026

ઘડોઈથી ત્રણ પૈકી ઍક દીપડો પાંજરે પુરાયો

ઘડોઈથી ત્રણ પૈકી ઍક દીપડો પાંજરે પુરાયો


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ,  તા. ૧૨ ઃ વલસાડ તાલુકાના ઘડોઈ ગામે છેલ્લા કેટલાક સમયથી દેખા દેતા દીપડાઓને કારણે ગ્રામજનોમાં ભારે દહેશત વ્યાપેલી હતી. આ અંગે ગ્રામજનો દ્વારા કરવામાં આવેલી રજૂઆતોને પગલે વન વિભાગે ગોઠવેલા પાંજરામાં આખરે ઍક દીપડો કેદ થઈ જતાં વન વિભાગે રાહતનો શ્વાસ લીધો છે. જોકે, વિસ્તારમાં હજુ પણ અન્ય ૨ દીપડા મુક્તપણે ફરી રહ્ના હોવા થી  ગ્રામજનોમાં ફફડાટ યથાવત રહ્ના છે.
વલસાડ તાલુકા નાં ઘડોઈ ગામ અને આસપાસના સીમ વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસોથી ૩ દીપડાઓની અવરજવર જોવા મળી રહી હતી. દીપડાની સક્રિયતાને કારણે સ્થાનિક ખેડૂતો અને માલધારીઓ પોતાના પશુઓ અને પરિવારની સલામતીને લઈને ચિંતિત બન્યા હતા. ગ્રામજનોની વારંવારની માંગ બાદ વન વિભાગની ટીમે વ્યૂહાત્મક સ્થળે પાંજરું ગોઠવ્યું હતું, જેમાં ગઈકાલે રાત્રે ૧ દીપડો આબાદ રીતે પાંજરે પુરાઈ ગયો હતો.
ઍક દીપડો પકડાઈ જતાં થોડી રાહત થઈ છે, પરંતુ હજુ પણ ૨ દીપડા સીમ વિસ્તારમાં રખડતા હોવાથી મોડી સાંજે કે વહેલી સવારે ખેતરે જવું જોખમી બની ગયું છે.ગામમાં કુલ ૩ દીપડા હોવાની ચોક્કસ માહિતી સામે આવી છે, જેમાંથી માત્ર ૧ જ દીપડો પકડાયો છે. બાકીના ૨ દીપડા હજુ પણ ગામની સીમમાં અને ઝાડી-ઝાંખરા વાળા વિસ્તારમાં ફરી  રહ્ના છે. જેના કારણે ખાસ કરીને રાત્રિના સમયે અને ખેતરમાં સિંચાઈ માટે જતા ખેડૂતોમાં ભારે ડરનો માહોલ જોવા મળી રહ્ના છે. વન વિભાગ દ્વારા પાંજરે પુરાયેલા દીપડાનો કબજો મેળવી તેને સુરક્ષિત સ્થળે ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. બાકીના ૨ દીપડાઓને પણ વહેલી તકે પાંજરે પુરવા માટે વધારાના પાંજરા ગોઠવવાની તજવીજ શરૂ કરવામાં આવી છે.