Damanganga Times.

Damanganga Times.

August 13, 2026

વાપીની મોબાઇલ શોપમાં ગ્રાહકની તકરારમાં દુકાનદાર અને પત્રકાર વચ્ચે બબાલ

વાપીની મોબાઇલ શોપમાં ગ્રાહકની તકરારમાં દુકાનદાર અને પત્રકાર વચ્ચે બબાલ


વાપી, તા.૧૨ ઃ વાપીના ગોદાલ નગર ગેટ નંબર-૨ પાસે આવેલ ગુજરાત મોબાઇલ નામની દુકાનમાં પત્રકાર હોવાની ઓળખ આપીને ૩ શખ્સો દ્વારા તોડફોડ અને ધમકી આપ્યાની ફરિયાદ વલસાડ પોલીસમાં નોંધાઈ છે. બીજી તરફ કથિત પત્રકાર રાકેશ ઉત્તમ સાલ્વે ઍ દુકાનદાર રાહુલ અને ૨ કર્મચારી સામે પણ ફરિયાદ નોંધાવી છે.   ગુજરાત મોબાઈલના દુકાનદાર રાહુલકુમાર વિનોદભાઈ પ્રજાપતિ, રહે. વલસાડ તીર્થ રોડઍ તા.૧૨/૦૮/૨૦૨૬ના રોજ ફરિયાદ નોંધાવી હતી કે તા.૦૯/૦૮/૨૦૨૬ના રોજ બપોરે ૧૨ વાગ્યે શિવ મુહરત ગુા નામનો ગ્રાહક દુકાને આવ્યો હતો. તેના ફોનમાં ધીમો ચાર્જ થતો હોવાથી દુકાનના ફલોર મેનેજરે વોરંટી માટે સર્વિસ સેન્ટરનો સંપર્ક કરવા કહ્નાં હતું. ત્યારબાદ સાંજે સવા આઠ વાગ્યે રાકેશ ઉત્તમ સાલ્વે, અંજની વિશ્વનાથ શર્મા અને સંદીપ કુંડલીક નામના ત્રણ શખ્સો દુકાને આવ્યા હતા. તેઓઍ પોતાની ઓળખ  ન્યુઝના પત્રકાર અને કેમેરામેન તરીકે આપીને ગ્રાહકનો ફોન કેમ ન બદલ્યો તે અંગે દાદાગીરી કરી હતી. ફરિયાદીનું કહેવું છે કે, આ ત્રણેયઍ દુકાનના સ્ટાફને નાલાયક ગાળો આપી, ધક્કામુક્કી કરી અને દુકાનમાં તોડફોડ કરવાની ધમકી આપી હતી. ફોન ન બદલો તો દુકાન બંધ કરાવી દઈશું, બહાર નીકળશો તો હાથ-પગ ભાંગી નાખીશું તેવી જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હોવાનો આક્ષેપ છે.
બનાવ બાદ તાત્કાલિક ૧૧૨ પર કોલ કરી પોલીસને જાણ કરાતા પોલીસે સ્થળ પર આવીને તપાસ હાથ ધરી છે. પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. બીજી તરફ પત્રકાર રાકેશ ઉત્તમ સાલ્વે ઍ દુકાનદાર રાહુલ સામે ફરિયાદ નોંધાવી હતી કે, તેઓ ગ્રાહકને મોબાઈલ ન બદલી આપતા તેનો વ્યૂ જાણવા માટે દુકાનમાં ગયા તો યોગ્ય જવાબ ન આપી ગાળાગાળી કરી દુકાનમાં કામ કરતાં બે ઇસમો સાથે મળીને મારમારી કપડાં કાઢી દોડાવી મારમારવાની ધમકી આપી હતી. પોલીસે સમસમી ફરિયાદ નોંધાવી આગળની તપાસ હાથ ધરી છે.