Damanganga Times.

Damanganga Times.

August 13, 2026

સેલવાસમાં સૂટકેસમાંથી પ્રેમીકાની લાશ પ્રકરણનો આરોપી વારાણસીથી ઝડપાયો

સેલવાસમાં સૂટકેસમાંથી પ્રેમીકાની લાશ પ્રકરણનો આરોપી વારાણસીથી ઝડપાયો


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
સેલવાસ, તા.૧૨ ઃ પાટલિયા ફળિયામાં ચૉલના ઍક રૂમમાંથી સૂટકેસમાં મહિલાની લાશ મળી આવવાના કેસમાં સિલવાસા પોલીસે ઉત્તર પ્રદેશના વારાણસીમાંથી આરોપીની ધરપકડ કરી છે. પોલીસના જણાવ્યા મુજબ મૃતક મહિલાની ઓળખ છોટીકુમારી મનીષ ઉપાધ્યાય તરીકે થઈ છે. આરોપી રિષવ પિંકુ સિંહને ૧૦ ઓગસ્ટે વારાણસીના મંડુઆડીહ વિસ્તારમાંથી ઝડપી લેવામાં આવ્યો હતો.
પોલીસના જણાવ્યા અનુસાર, ૩ ઓગસ્ટે સવારે આશરે ૧૦ઃ૩૦ વાગ્યે પાટલિયા ફળિયાના રહેવાસી જુગેશભાઈ નાગિનભાઈ પટેલ પંચવટી બિલ્ડિંગની સામે અને ડેન હોટલની પાછળ આવેલી ચૉલના રૂમ નંબર-૪ની સફાઈ માટે ગયા હતા. રૂમના બાથરૂમમાંથી દુર્ગંધ આવતાં તપાસ કરતાં ઍક શંકાસ્પદ સૂટકેસ મળી આવ્યો હતો. સૂટકેસ ખોલતાં તેમાં વાળ જોવા મળ્યા હતા. ત્યારબાદ પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે સ્થળ પર પહોંચી વલસાડની મોબાઇલ ઍફઍસઍલ ટીમની હાજરીમાં સૂટકેસ ખોલતાં તેમાં મહિલાની લાશ મળી આવી હતી.
મૃતક મહિલા આ જ રૂમમાં રિષવ પિંકુ સિંહ સાથે રહેતી હતી. બંનેઍ પોતાને પતિ-પત્ની તરીકે ઓળખાવ્યા હતા. પોલીસના જણાવ્યા મુજબ રિષવ છેલ્લા કેટલાક દિવસોથી રૂમમાં જોવા મળ્યો ન હતો. લાશને પોસ્ટમોર્ટમ માટે નામો હોસ્પિટલ, સિલવાસા ખાતે મોકલવામાં આવી હતી. પોસ્ટમોર્ટમમાં મહિલાનું મોત ગળું દબાવવાથી થયું હોવાનું સામે આવ્યું હતું.
આ કેસમાં સિલવાસા પોલીસ સ્ટેશનમાં ક્રાઇમ નંબર ૬૨/૨૦૨૬ હેઠળ ભારતીય ન્યાય સંહિતા, ૨૦૨૩ની કલમ ૧૦૩(૧) મુજબ ગુનો નોંધવામાં આવ્યો હતો અને તપાસ ભ્લ્ત્ વિશાલ પટેલને સોંપવામાં આવી હતી. પોલીસે ઘ્ઘ્વ્સ્ ફૂટેજ, ફોરેન્સિક પુરાવા, ઘ્ઝ઼ય્ તેમજ અન્ય ટેકનિકલ માહિતીનું વિશ્લેષણ કર્યું હતું. તપાસ દરમિયાન આરોપીની હાજરી વારાણસીમાં હોવાનું સામે આવતા પોલીસ ટીમ વારાણસી પહોંચી હતી અને આરોપીની ધરપકડ કરી હતી. પોલીસના જણાવ્યા મુજબ પૂછપરછ દરમિયાન આરોપીઍ હત્યામાં પોતાની સંડોવણી હોવાનું જણાવ્યું છે. હત્યાનું કારણ અને ઘટનાના અન્ય પાસાઓ અંગે વધુ તપાસ ચાલી રહી છે. આરોપીને સિલવાસાની ઘ્થ્પ્ કોર્ટમાં રજૂ કરતાં કોર્ટે તેને ૬ દિવસના પોલીસ રિમાન્ડ પર સોંપ્યો છે.