સલવાવની ૧૧ વર્ષની ત્વરા દેસાઈઍ તબલા વાદન સંગીત પરીક્ષા પૂર્ણ કરી
- byDamanganga Times
- 13 August, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૧૧ ઃ અનાવિલ સમાજનું નામ રોશન કરતી ઍક સિદ્ધિ સામે આવી છે. સલવાવ ગામના સ્વ. પુષ્પાબેન - સ્વ. ગુણવંત રાય જગનજી દેસાઈની પૌત્રી અને સ્વ. સતિષભાઈ - સ્વ. સાધનાબેન ગુજરાતી, નાસિકની દોહિત્રી ચિ. ત્વરા નેહલ-હિરલ દેસાઈઍ માત્ર ૧૧ વર્ષની ઉંમરે સંગીત ક્ષેત્રે નોંધપાત્ર સિદ્ધિ મેળવી છે. ત્વરાઍ ગંધર્વ મહાવિદ્યાલય ટ્રસ્ટ, બૃહદ ગુજરાત સંગીત સમિતિ દ્વારા લેવાયેલ ઁસંગીત પ્રવેશિકા પૂર્ણ - ચોથા વર્ષની તબલા વાદનની પરીક્ષા પ્રથમ શ્રેણીમાં ઉત્તીર્ણ કરી છે. આ સિદ્ધિ તેણે ગુરુ અવિનાશ સરના માર્ગદર્શન હેઠળ મેળવી છે. નોંધનીય છે કે ત્વરા છેલ્લા સાડા ચાર વર્ષથી સતત તબલા વાદનની તાલીમ લઈ રહી છે. નાની ઉંમરમાં જ લય, તાલ અને શિસ્ત સાથેની આગેકૂચે તેને આ સફળતા અપાવી છે. ગુરુ અવિનાશ સરના માર્ગદર્શન અને પરિવારના પ્રોત્સાહનથી ત્વરા ભવિષ્યમાં પણ સંગીત ક્ષેત્રે વધુ નામના મેળવે તેવી શુભેચ્છાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.
