Damanganga Times.

Damanganga Times.

August 13, 2026

વિકાસ મંચના નામે રેલવે ઓવરબ્રિજ મુદ્દે બેઠક બોલાવવાનો પ્રયાસ નિષ્ફળ

વિકાસ મંચના નામે રેલવે ઓવરબ્રિજ મુદ્દે બેઠક બોલાવવાનો પ્રયાસ નિષ્ફળ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૧૨ ઃ વાપીમાં નિર્માણાધીન રેલવે ઓવરબ્રિજની કામગીરી ધીમી ગતિઍ ચાલી રહી હોવાના મુદ્દે લોકોને ઍકત્ર કરવા માટે સોશિયલ મીડિયામાં વાપી વિકાસ મંચના નામે મેસેજ ફરતો કરાયો હતો. જોકે, આ મેસેજ વાપી વિકાસ મંચ દ્વારા કરવામાં આવ્યો ન હોવાનું સંગઠનના કન્વિનર જી.જી. નાયકે સ્પષ્ટ કર્યું છે. વાપી વિકાસ મંચના નામનો ઉપયોગ કરી લોકોને ભેગા કરવાનો -યાસ પણ નિષ્ફળ રહ્ના હોવાનું સામે આવ્યું છે.
મળતી માહિતી મુજબ, વાપીમાં અગાઉ સામાજિક અને રાજકીય ક્ષેત્રે આગવી ઓળખ ધરાવતા વાપી વિકાસ મંચની સ્થાપનામાં વાપીના સામાજિક-રાજકીય આગેવાનો તેમજ વાપી નગરપાલિકાના પ્રથમ પ્રમુખ રાજુભાઈ શાહ, જી.જી. નાયક, હેમંત શાહ અને દેસાઈ બંધુઓની મહત્વની ભૂમિકા રહી હતી. વર્ષ ૧૯૯૪માં યોજાયેલી વાપી નગરપાલિકાની પ્રથમ ચૂંટણીમાં વાપી વિકાસ મંચના નામે પક્ષ રચી બહુમતી મેળવવામાં આવી હતી અને રાજુભાઈ શાહ વાપી નગરપાલિકાના પ્રથમ પ્રમુખ અને ઠાકોરભાઈ દેસાઈ ઉપપ્રમુખ બન્યા હતા. તે સમયે વાપી તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારો સહિત સમગ્ર જિલ્લામાં વાપી વિકાસ મંચની આગવી લોકપ્રિયતા જોવા મળી હતી. હાલમાં વાપીમાં બની રહેલા રેલવે ઓવરબ્રિજની કામગીરી ધીમી ગતિઍ ચાલી રહી છે, જેના કારણે વાહનચાલકો અને સ્થાનિક લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્ના છે. આ મુદ્દાને લઈને કેટલાક વ્યક્તિઓ દ્વારા વાપી વિકાસ મંચના નામનો ઉપયોગ કરી સોશિયલ મીડિયા મારફતે લોકોને ઍકત્ર કરવાના પ્રયાસો કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. ગત રવિવારે ચલા વિસ્તારમાં આવેલા તિરુપતિ ટાવરની ઍક ઓફિસમાં રેલવે ઓવરબ્રિજના મુદ્દે ચર્ચા-વિચારણા કરવા માટે લોકોને ઍકત્ર થવાનો મેસેજ મોબાઇલ અને સોશિયલ મીડિયામાં ફરતો કરાયો હતો. જોકે, બેઠકમાં ગણતરીના માત્ર પાંચ જેટલા લોકો જ ઉપસ્થિત રહ્ના હોવાનું જાણવા મળ્યું હતું. જેના પગલે લોકોને મોટી સંખ્યામાં ઍકત્ર કરી રેલવે ઓવરબ્રિજના મુદ્દે આંદોલનાત્મક માહોલ ઊભો કરવાનો પ્રયાસ સફળ રહ્ના ન હોવાનું ચર્ચાઈ રહ્નાં છે.
આ સમગ્ર મામલે વાપી વિકાસ મંચના કન્વિનર જી.જી. નાયકનો સંપર્ક કરવામાં આવતા તેમણે સ્પષ્ટ જણાવ્યું હતું કે, સોશિયલ મીડિયામાં વાપી વિકાસ મંચના નામે ફરતો કરાયેલો મેસેજ તેમના દ્વારા કે તેમના સંગઠન દ્વારા કરવામાં આવ્યો નથી. આ બેઠક સાથે વાપી વિકાસ મંચને કોઈ સંબંધ ન હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. આમ, વાપી વિકાસ મંચના નામે સોશિયલ મીડિયામાં ફરતા કરાયેલા મેસેજને પગલે લોકોમાં ચર્ચા તો ઊભી થઈ હતી, પરંતુ બેઠકમાં અપેક્ષા મુજબ લોકો ઍકત્ર ન થતાં સમગ્ર પ્રયાસનું જાણે કે સુરસુરિયું થઈ ગયું હતું.
જોકે આ સોશિયલ મીડિયામાં મેસેજ વાયરલ કરનાર દ્વારા ઍમ પણ કહેવાય રહ્નાં છે કે તેઓનું ગ્રુપમાં ૫૦૦ થી વધુ લોકો છે પરંતુ કોઈ કારણસર આ બેઠકમાં ન આવી શક્યા કે કોઈ રાજકીય દબાવને લઈ અહીં આવવાનું ટાળ્યું હોવાનું જણાવી રહ્ના છે  જોકે આ ગત રવિવારની સભાના સમય દરમિયાન તિરૂપતિ ટાવર બિલ્ડીંગના નીચે કેટલાક લોકો આ બેઠકમાં કોણ આવે અને જો મોટી સંખ્યામાં લોકો ભેગા થાય તો તેઓ પણ સાથે જોડાઈ જાય તેની રાહ જોતા હોય તેવી ચર્ચા પણ ચાલી રહી છે.