Damanganga Times.

Damanganga Times.

August 13, 2026

થ્રીડીમાં કાલથી ખાદ્ય સબસીડી માટે ડિજિટલ કરન્સી

થ્રીડીમાં કાલથી ખાદ્ય સબસીડી માટે ડિજિટલ કરન્સી


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
સેલવાસ, તા. ૧૨ ઃ સંઘ પ્રદેશ દાદરા અને નગર હવેલી અને દમણ તથા દીવના ખાદ્ય અને નાગરિક પુરવઠા વિભાગ દ્વારા પ્રશાસક પ્રફુલ પટેલના માર્ગદર્શન હેઠળ દાદરા અને નગર હવેલીમાં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના (ભ્પ્ઞ્ધ્ખ્ળ્) હેઠળ ખાદ્ય સબસિડીના ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (ઝ઼ગ્વ્) માટે સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી (ઘ્ગ્ઝ઼ઘ્) ડિજિટલ રૂપિયો શરૂ કરવામાં આવી રહ્ના છે. આ પહેલ ભારત સરકારના ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલયના ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગ (ઝ઼જ્ભ્ઝ઼) સાથે સંકલન કરીને હાથ ધરવામાં આવી રહી છે. તેનો મુખ્ય ઉદ્દેશ ડિજિટલ ગવર્નન્સ, નાણાકીય સમાવેશ, પારદર્શિતા અને ખાદ્ય સબસિડીના લાભોની અસરકારક અને ઝડપી પહોંચ સુનિડ્ઢિત કરવાનો છે.
આ કાર્યક્રમનું ઉદ્ઘાટન ભારત સરકારના માનનીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણ દ્વારા ૧૪ ઓગસ્ટ, ૨૦૨૬ના રોજ ચંડીગઢથી કરવામાં આવશે. આ લોન્ચ કાર્યક્રમનું લાઇવ ટેલિકાસ્ટ ૧૪ ઓગસ્ટ, ૨૦૨૬ના રોજ સવારે ૧૦ઃ૦૦ વાગ્યે કલા કેન્દ્ર, સિલવાસા ખાતે યોજાશે. તમામ લાભાર્થીઓને આ મહત્વપૂર્ણ પહેલમાં ઉપસ્થિત રહી ડિજિટલ ગવર્નન્સ, નાણાકીય સમાવેશ તેમજ ડિજિટલ રૂપિયા (ઘ્ગ્ઝ઼ઘ્) મારફતે ખાદ્ય સબસિડીના પારદર્શક અને અસરકારક વિતરણની દિશામાં આ ઐતિહાસિક પહેલના સાક્ષી બનવા હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.