વાપીમાં કોન્ટ્રાક્ટરના બાઇકની ડીકીમાંથી રૂ.૨.૫૦ લાખની ચોરી
- byDamanganga Times
- 12 August, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા.૧૧ ઃ વાપીમાં મજૂરોને પગાર આપવા માટે બેંકમાંથી ઉપાડેલા ૨.૫૦ લાખ રૂપિયાની બાઇકની ડીકીમાંથી ચોરી થવાની ઘટના સામે આવી છે. આ મામલે વાપીના સુદામા બાકેલાલ યાદવે ડુંગરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદી સુદામા યાદવ રહે સરસ્વતીનગર વાપી કે જે ૅસુદામા કન્સ્ટ્રકશનૅના નામે છીરી, વલ્લભનગર અને ડુંગરી ફળિયા ખાતે કામ કરે છે. તા. ૧૦/૦૮/૨૦૨૬ ના રોજ સવારે ૮ વાગ્યે તેઓ અને તેમનો દીકરો વિજય સાઇટ પર હતા. સાડા દસ વાગ્યે સુદામાઍ વિજયને પંજાબ નેશનલ બેંક, ગુંજન બ્રાન્ચનો ચેક આપીને મજૂરોના પગાર માટે રૂ. ૨,૫૦,૦૦૦ ઉપાડી લાવવાનું કહ્નાં.
ચેકના આધારે વિજયે રકમ ઉપાડીને ઞ્થ્-૧૫ ઘ્મ્ ૯૪૧૭ સ્વિફ્ટ ગાડીમાં સાઇટ પર આપી હતી. ત્યારબાદ સુદામાઍ રૂ. ૨,૫૦,૦૦૦ રોકડા તેમની લાલ કલરની સુપર સ્પ્લેન્ડર ઞ્થ્-૧૫ ઝ઼સ્ ૭૧૨૯ બાઇકની ડીકીમાં રેનકોટ સાથે મૂકીને લોક કરી દીધું. તેઓ ઘરે જવા માટે નીકળ્યા અને સી ટાઇપ ચાર રસ્તા થઈને -ાઇમ હોટેલ પાસે આવેલ જલારામ ફલોર ખાતે સવારે સાડા અગિયાર વાગ્યે પહોંચ્યા.
બાઇક બહાર પાર્ક કરીને તેઓ મિત્ર સંજયભાઈ ભાવસાર સાથે ચા પીવા ગયા. લગભગ ૧૫ મિનિટ બાદ પરત આવીને જોયું તો બાઇકની ડીકીનું લોક તૂટેલી હાલતમાં હતું. ડીકી ખોલીને જોતા તેમાં રાખેલા મજૂરોના પગારના રૂ. ૨,૫૦,૦૦૦ અને રેનકોટ ગાયબ હતા. કોઈ અજાણ્યા ચોર ઇસમે સાધનથી લોક તોડીને રકમની ચોરી કરી હોવાની આશંકા છે. સુદામા અને તેમના દીકરાઍ તરત જલારામ ફલોરની આજુબાજુના ઘ્ઘ્વ્સ્ ફૂટેજ ચેક કર્યા પરંતુ કંઈ મળ્યું નહીં. બનાવ અંગે પોલીસે અજાણ્યા ઇસમ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
