વશીયરના બ્રિજ અંગે ચીમકી
- byDamanganga Times
- 12 August, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૧૧ ઃ વલસાડ તાલુકાના વશીયરગામે સરકારી તિજોરીના નાણાંનો દુરુપયોગ કરીને ગેરકાયદેસર રીતે બ્રિજ અને પ્રોટેક્શન વોલનું નિર્માણ ભાજપના ઍક નેતાના સંબંધીની અંગત વપરાશની જમીન માટે કરવામાં આવ્યું હોવાના ગંભીર આક્ષેપો સાથે યુથ કોંગ્રેસ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. આગામી ૨૪ કલાકમાં સંતોષકારક જવાબ કે કાર્યવાહી કરવામાં નહીં આવે તો ૧૩ ઓગસ્ટ ૨૦૨૬થી ભૂખ હડતાળ પર બેસવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. આ અંગે અગાઉ અનેક રજૂઆતો કરવા છતાં કોઈ નક્કર પગલાં લેવાયા નથી.
આ બ્રિજ નિર્માણ ઍસઆઈટી દ્વારા નિષ્પક્ષ તપાસ અને જવાબદારો સામે કડક પગલાની પણ માંગણી કરવામાં આવી છે. તથા કલેક્ટર દ્વારા બ્રિજની માંગણીથી લઈને અત્યાર સુધીની તમામ સ્થિતિ જાહેરપ્રજા સમક્ષ પ્રેસ કોન્ફરન્સ કરીને સ્પષ્ટ કરવાનો આગ્રહ કરવામાં આવ્યો છે.
