વલસાડ છીપવાડ ગરનાળું ફરી ૧૫ દિવસ માટે બંધ
- byDamanganga Times
- 12 August, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૧૧ ઃ વલસાડ જિલ્લા તેમજ ઉપરવાસમાં ગત તારીખ ૨૩ જુલાઈના રોજ આવેલા પૂરના કારણે છીપવાડ રેલવે અંડરપાસને ભારે નુકસાન પહોંચ્યું હતું. પૂરમાં પાણી ઓસર્યા બાદ રસ્તા અને ગરનાળાની મજબૂતીને પહોંચેલા નુકસાનને ધ્યાનમાં રાખીને, રેલવે વિભાગે આગામી ૧૫ દિવસ માટે આ અંડરપાસ વાહનવ્યવહાર માટે સંપૂર્ણપણે બંધ કરીને સમારકામ હાથ ધર્યું છે.
વલસાડથી ડુંગર તરફ જતા સ્ટેટ હાઇવેના ૧૦૦ ફૂટ જેટલા રસ્તાની સાઈડની દિવાલ ધસી પડી હતી. જેના કારણે વલસાડના છીપવાડ ગરનાળામાં પાણીનો ભરાવો થયો હતો. જો કે નગરપાલિકા કે માર્ગ મકાન દ્વારા ગરનાળામાંથી કાદવ-કિચડ તેમજ પાણી હટાવી કપચા નાખી રસ્તો પુરવામાં આવ્યો હતો. ૧૫ દિવસ સુધી વલસાડ-ખેરગામ રસ્તો બંધ કરવામાં આવતા વાહન ચાલકોઍ ગુંદલાવ-ધરમપુર ચોકડી થઈ વલસાડ જવાની ફરજ પડી હતી. જોકે રસ્તો ખુલ્યા બાદ આ રસ્તા પર ફરીથી ખાડા ખબોચિયાથી વાહન ચાલકો ત્રાસી ગયા હતા. આ છીપવાડ ગરનાળું વલસાડ શહેરને આસપાસના ગ્રામ્ય વિસ્તારો અને વલસાડ સ્ટેટ હાઇવે સાથે જોડતી મુખ્ય કડી સમાન છે. ગરનાળું બંધ થવાથી વલસાડ શહેર સહિત પંચકોશી રોડ પર આવેલા ૪૪ જેટલા ગામોના ગ્રામજનો, નોકરીયાતો અને વિદ્યાર્થીઓની મુશ્કેલીમાં મોટો વધારો થયો છે. દરરોજ હજારોની સંખ્યામાં શાળા-કોલેજના વિદ્યાર્થીઓ, અપ-ડાઉન કરતા નોકરીયાત વર્ગ અને વેપારીઓ અહીંથી પસાર થાય છે. ગરનાળું બંધ થતાં હવે લોકોને કિલોમીટરો સુધીનો લાંબો ફેરો ફરીને શહેર તરફ આવવું પડી રહ્નાં છે, જેના કારણે ભારે ટ્રાફિક જામની સાથે લોકોના સમય અને ઈંધણનો બગાડ થઈ રહ્ના છે.જોકે રેલવે વિભાગ દ્વારા રીપેરીંગ કરવાની પરવાનગી નગરપાલિકાને આપવામાં આવી હતી રેલવે તંત્ર દ્વારા ચલાવવામાં આવી રહેલી આ સમારકામની કામગીરી આગામી તા. ૮ મી ૨૩ ઓગસ્ટ સુધી રીપેરીંગ કામ ચાલતા ફરીથી વલસાડ-ખેરગામ રોડ બંધ કરાતા વાહન ચાલકોઍ ગુંદલાવ ધરમપુર ચોકડી થઈ વલસાડ જવાની ફરજ પડશે.
