Damanganga Times.

Damanganga Times.

August 12, 2026

વાપીના વિકાસ માટે મનપાને રૂ. ૫૫ કરોડની ગ્રાન્ટ મળી

વાપીના વિકાસ માટે મનપાને રૂ. ૫૫ કરોડની ગ્રાન્ટ મળી


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૧૧ ઃ વાપી શહેરના સર્વાંગી વિકાસને વધુ વેગ આપવા માટે રાજ્ય સરકાર દ્વારા વાપી મહાનગરપાલિકાને રૂ. ૫૫ કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા નાણાંમંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે વાપી મનપાના પ્રતિનિધિઓને રૂ. ૫૫ કરોડની ગ્રાન્ટનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો.
રાજ્ય સરકાર દ્વારા જનકલ્યાણને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી લોકહિતલક્ષી યોજનાઓ તથા વિવિધ વિકાસકાર્યોને સતત વેગ આપવામાં આવી રહ્ના છે. આ અંતર્ગત વાપી શહેરમાં માળખાકીય સુવિધાઓના વિકાસ તેમજ નાગરિકોને વધુ સારી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાના હેતુથી આ ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. આ પ્રસંગે વાપી મહાનગરપાલિકાના મેયર દક્ષાબેન પટેલ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સતીશભાઈ પટેલ, દંડક સુનિતાબેન તિવારી તથા મ્યુનિસિપલ કમિશનર ઍન. ઍફ. ચૌધરી (ત્ખ્લ્) દ્વારા રૂ. ૫૫ કરોડની ગ્રાન્ટનો ચેક સ્વીકારવામાં આવ્યો હતો.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા નાણાંમંત્રી કનુભાઈ દેસાઈ અને શહેરી વિકાસ તથા શહેરી ગૃહનિર્માણ વિભાગના માર્ગદર્શન હેઠળ મળેલી આ ગ્રાન્ટથી વાપી શહેરની માળખાકીય સુવિધાઓને વધુ મજબૂત બનાવવા, નાગરિક સુખાકારી વધારવા તેમજ શહેરના સર્વાંગી વિકાસને વેગ આપવાના વિવિધ કામો હાથ ધરવામાં આવશે. આ રૂ. ૫૫ કરોડમાંથી વાપીના અનેક વિસ્તારમાં વિકાસના કામો હાથ ધરવામાં આવશે.