Damanganga Times.

Damanganga Times.

August 12, 2026

ધરમપુરની વનરાજ આર્ટ્સ ઍન્ડ કોમર્સ કોલેજમાં ઍમ.કોમ. સેન્ટરની શરૂઆત

ધરમપુરની વનરાજ આર્ટ્સ ઍન્ડ કોમર્સ કોલેજમાં ઍમ.કોમ. સેન્ટરની શરૂઆત


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ધરમપુર, તા. ૧૧ ઃ ધરમપુરના ઍમ.ઍસ.વી.ઍસ. કેળવણી મંડળ સંચાલિત વનરાજ આર્ટ્સ ઍન્ડ કોમર્સ કોલેજમાં હવે કોમર્સ ફેકલ્ટીના વિદ્યાર્થીઓ માટે વધુ ઍક મહત્વપૂર્ણ શૈક્ષણિક સુવિધાનો ઉમેરો થયો છે. કોલેજમાં ઍમ.કોમ. (માસ્ટર ઓફ કોમર્સ) સેન્ટરની શરૂઆત કરવામાં આવતા ધરમપુર અને કપરાડા તાલુકાના વિદ્યાર્થીઓ તેમજ વાલીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન મણિલાલ ગાવિત ઉપસ્થિત રહ્ના હતા. તેમણે જણાવ્યું હતું કે ગ્રામ્ય અને આદિવાસી વિસ્તારના વિદ્યાર્થીઓને પોતાના વિસ્તારમાં જ ગુણવત્તાયુક્ત ઉચ્ચ શિક્ષણ મળે તે સમયની જરૂરિયાત છે. ઍમ.કોમ. સેન્ટરની શરૂઆતથી અનેક વિદ્યાર્થીઓને પોતાના વિસ્તારમાં જ અભ્યાસ કરવાની તક મળશે.
આ પ્રસંગે ઍમ.ઍસ.વી.ઍસ. કેળવણી મંડળના સહમંત્રી મેહુલભાઈ આહીરે જણાવ્યું હતું કે ઍમ.કોમ. સેન્ટર શરૂ કરવા માટે વારંવાર સંબંધિત વિભાગમાં રજૂઆતો કરવામાં આવી હતી. છેવટે મંજૂરી મળતાં સમગ્ર વિસ્તારમાં આનંદની લાગણી જોવા મળી રહી છે.કાર્યક્રમમાં ઍમ.ઍસ.વી.ઍસ. કેળવણી મંડળના મંત્રી જયેશભાઈ સોલંકી, સહમંત્રી મેહુલભાઈ આહીર, ટ્રસ્ટી ગણેશભાઈ બિરારી, કનુભાઈ, પ્રોફેસર નવીનભાઈ ઢીમર, કોલેજના ઇન્ચાર્જ આચાર્ય તથા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્ના હતા. ઉપસ્થિત મહાનુભાવોઍ વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ, સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી અને વ્યવસાયિક કૌશલ્ય વિકસાવવા પ્રેરણા આપી હતી. ઍમ.કોમ. સેન્ટરની શરૂઆતથી ધરમપુર અને કપરાડા જેવા આદિવાસી વિસ્તારના વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ માટે નવી દિશા મળી છે.