વાપી પોદારમાં ફાઉન્ડેશનલ લિટરસી ઍન્ડ ન્યુમરસી મેળો યોજાયો
- byDamanganga Times
- 12 August, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૧૧ ઃ પોદાર પ્રેપ વાપી દ્વારા ૮મી ઓગસ્ટના રોજ ‘ફાઉન્ડેશનલ લિટરસી ઍન્ડ ન્યુમરસી મેળા ૨૦૨૬’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ મેળામાં બાળકો સાથે વાલીઓઍ પણ ઉત્સાહપૂર્વક ભાગ લઈ આનંદ સાથે શિક્ષણ મેળવવાનો અનુભવ કર્યો હતો.
મેળાનો મુખ્ય હેતુ બાળકોમાં પ્રારંભિક વાંચન, લેખન, ભાષા અને ગણિતના કૌશલ્યોનો મજબૂત પાયો કેવી રીતે તૈયાર થાય છે તે અંગે વાલીઓને માહિતગાર કરવાનો હતો. આ પ્રસંગે પોદાર પ્રેપના સાક્ષરતા અને ગણિત આધારિત બે મુખ્ય કાર્યક્રમો ‘સિમ્ફોનિક્સ’ અને ‘નંબર મેજિક’ રજૂ કરવામાં આવ્યા હતા. ‘સિમ્ફોનિક્સ’ અંતર્ગત બાળકોમાં સાંભળવા, બોલવા, શબ્દભંડોળ, અક્ષર-અવાજની ઓળખ, વાંચન, લેખન અને સમજણ જેવી કુશળતાઓ વિકસાવવામાં આવે છે. જ્યારે ‘નંબર મેજિક’ દ્વારા નંબર પેટર્ન ટાઇલ્સ, વિવિધ રમતો, હલનચલન, ર્સોટિંગ, પેટર્ન નિર્માણ તેમજ સમસ્યા ઉકેલવાની પ્રવૃત્તિઓના માધ્યમથી બાળકોને ગણિતના મૂળભૂત ખ્યાલો સરળતાથી સમજાવવામાં આવે છે.મેળા દરમિયાન વાલીઓઍ બાળકો સાથે વિવિધ ઇન્ટરેક્ટિવ પ્રવૃત્તિઓમાં ભાગ લીધો હતો.
