Damanganga Times.

Damanganga Times.

August 12, 2026

વલસાડ જી.પં. સભ્યઍ જન્મદિવસ આશ્રમશાળાના બાળકો સાથે ઉજવ્યો

વલસાડ જી.પં. સભ્યઍ જન્મદિવસ આશ્રમશાળાના બાળકો સાથે ઉજવ્યો


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૧૧ ઃ વલસાડ તાલુકાનાં ખજુરડી ગામના વતની તથા વલસાડ જિલ્લા પંચાયતના સભ્ય સ્નેહલકુમાર દિલીપભાઈ પટેલના જન્મદિવસ નિમિત્તે આજે ઍક અનોખી અને સેવાભાવી રીતે જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી.
સ્નેહલભાઈ પટેલ દ્વારા છેલ્લા છ મહિનાથી વિચારવામાં આવ્યું હતું કે જન્મદિવસની ઉજવણી કોઈ ભવ્ય પ્રસંગ કરતાં સમાજના જરૂરિયાતમંદ અને નાના બાળકો સાથે કરવામાં આવે, જેથી બાળકોમાં ઉત્સાહ, પ્રોત્સાહન અને ખુશીનો સંચાર થાય.
 આ વિચારને સાકાર કરતાં આજે ધરમપુર તાલુકાના આદિવાસી વિસ્તારમાં આવેલી ભેંસધરા આશ્રમશાળામાં નાના-મોટા વિદ્યાર્થીઓ સાથે જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી.
આ પ્રસંગે સ્નેહલભાઈ પટેલ તરફથી આશ્રમશાળાના તમામ વિદ્યાર્થીઓ માટે બેસવા તથા ઉપયોગી આસનની ભેટ તેમજ વિદ્યાર્થીઓને કેક, રમતગમત તથા યોગ શિબિર માટે ટી-શર્ટ ભેટ સ્વરૂપે આપવામાં આવી હતી અને તમામ વિદ્યાર્થીઓને તેનું વિતરણ કરવામાં આવ્યું હતું.
 આ પ્રસંગે સ્નેહલકુમાર દિલીપભાઈ પટેલના પરિવારજનો તથા ખજુરડી ગામના મિત્રમંડળ ઉપરાંત ધરમપુર વિધાનસભાના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ, તેમના પરિવારજનો, વલસાડ તાલુકા ભાજપ પ્રમુખ તેજશભાઈ પટેલ, વલસાડ જિલ્લા યુવા મોરચાના પ્રમુખ પ્રભાકરભાઈ તથા મહામંત્રી કેવિનભાઈ પટેલ સહિતના આગેવાનો અને મહાનુભાવો ઉપસ્થિત રહ્ના હતા.
આમ, સ્નેહલકુમાર દિલીપભાઈ પટેલનો જન્મદિવસ આશ્રમશાળાના બાળકો સાથે સેવા, સંસ્કૃતિ અને આનંદના સંગમરૂપે અનોખી રીતે ઉજવાયો હતો.