ધગડમાળમાં વિદ્યાર્થીઅોને શૈક્ષણિક કીટનું વિતરણ કરાયું
- byDamanganga Times
- 12 August, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
પારડી, તા. ૧૧ ઃ પારડી તાલુકામાં આવેલી શ્રી ડી.જે. પટેલ ઉ.પં. સાર્વજનિક હાઇસ્કૂલ ધગડમાળખાતે પૂર અસરગ્રસ્ત વિદ્યાર્થીઓ માટે સુરતના ઍક ઉદાર દાનવીર દ્વારા શૈક્ષણિક સાધન-સામગ્રી વિતરણનો ઍક સરાહનીય કાર્યક્રમ યોજાયો હતો છેલ્લા સાહ દરમિયાન વિસ્તારમાં સર્જાયેલી પૂરની પરિસ્થિતિને કારણે અનેક વિદ્યાર્થીઓના અભ્યાસ માટેના પુસ્તકો અને સામગ્રીને નુકસાન પહોંચ્યું હતું. આ પરિસ્થિતિને ધ્યાને રાખી સુરતના ઉદાર દાનવીર જયસુખભાઇ ચિત્રોડા દ્વારા શાળાના ૩૦થી પણ વધુ જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને શૈક્ષણિક કિટ આપવામા આવી હતી. આ કિટમાં સ્કૂલ બેગ, નોટબુક, બોલપેન અને પેડ જેવી શિક્ષણ માટે ઉપયોગી તમામ સામગ્રી આપવામાં આવી હતી.
આ પ્રસંગે દાતા જયસુખભાઇ ચિત્રોડાઍ જણાવ્યું હતું કે, બાળકોના શિક્ષણ માટે જ્યારે પણ આવી જરૂરિયાત ઊભી થાય ત્યારે મદદ કરવી ઍ અમારો મુખ્ય ઉદ્દેશ્ય છે.
ૃઅગાઉ ધરમપુર વિસ્તારની વિવિધ શાળાઓમાં મદદ કર્યા બાદ, આ વિસ્તારની શાળામાં પણ જરૂરિયાત જણાતા બાળકોને પ્રોત્સાહિત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. શાળાના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ રાકેશભાઈ પટેલ તથા શાળા પરિવાર અને મંડળ તરફથી આ આપત્તિના સમયે ત્વરિત મદદ પહોંચાડવા બદલ દાનવીરનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં શાળાના શિક્ષકો તથા સ્ટાફ સભ્યો હેમલતાબેન પત્રેકર, કાશ્મીરાબેન ઍન્જીનીઅર, જીગર પટેલ, ફિલિષાબેન ગામિત, પ્રફુલભાઇ પટેલ, ભાવનાબેન પટેલ, નિલેશભાઈ પરમાર અને અજીતભાઈ પટેલ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્ના હતા. સમયસર મળેલી આ શૈક્ષણિક સહાયથી વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓમાં ખુશીની લહેર જોવા મળી હતી.
