Damanganga Times.

Damanganga Times.

August 12, 2026

પારડીની સરસ્વતી વિદ્યામંદિરમાં માર્ગદર્શન સેમિનાર યોજાયો

પારડીની સરસ્વતી વિદ્યામંદિરમાં માર્ગદર્શન સેમિનાર યોજાયો


 (દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
પારડી, તા. ૧૧ ઃ  શ્રી સરસ્વતી વિદ્યા મંદિર, કિલ્લા પારડી ખાતે આજરોજ બાલિકા પ્રશિક્ષણ અંતર્ગત ધોરણ ૫ થી ૧૨ના વિદ્યાર્થીઓ માટે કિશોરાવસ્થા દરમિયાન ઉદ્ભવતા વિવિધ પ્રશ્નો અંગે માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમનું આયોજન વિદ્યાલયના ટ્રસ્ટી ડૉ. કાર્તિકભાઈ ભદ્રાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં નાટકની હોસ્પિટલના ગાયનેકોલોજિસ્ટ તથા ત્સ્જ્ કન્સલ્ટન્ટ ડૉ. જીજ્ઞાબેન ગરાસીયા દ્વારા કિશોરાવસ્થા દરમિયાન થતા શારીરિક તથા માનસિક ફેરફારો, આરોગ્ય, સ્વચ્છતા તેમજ વિદ્યાર્થીઓને મૂંઝવતા વિવિધ પ્રશ્નો અંગે સરળ અને સચોટ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓઍ નિઃસંકોચપણે પોતાના પ્રશ્નો રજૂ કર્યા હતા અને ડૉ. જીજ્ઞાબેને યોગ્ય તથા વૈજ્ઞાનિક અભિગમ સાથે તેમના પ્રશ્નોના સંતોષકારક જવાબો આપ્યા હતા. જેના પરિણામે વિદ્યાર્થીઓને કિશોરાવસ્થા અંગે જરૂરી સમજ, જાગૃતિ અને આત્મવિશ્વાસ પ્રા થયો હતો. આ પ્રસંગે વિદ્યાલયના ટ્રસ્ટી રાજેશભાઈ રાણા તથા ડૉ. કાર્તિકભાઈ ભદ્રા ઉપસ્થિત રહ્ના હતા. મહેમાન ડૉ. જીજ્ઞાબેન ગરાસીયાનું પુષ્પગુચ્છ અને પુસ્તક અર્પણ કરી સ્વાગત કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન વિદ્યાર્થીની ખુશી યાદવ દ્વારા કરવામાં આવ્યું હતું, જ્યારે આભારવિધિ આસ્થા પટેલે કરી હતી. કિશોરાવસ્થાના વિદ્યાર્થીઓને યોગ્ય સમયે યોગ્ય માર્ગદર્શન મળી રહે તેવા હેતુથી યોજાયેલ આ કાર્યક્રમ વિદ્યાર્થીઓ માટે અત્યંત ઉપયોગી અને પ્રેરણાદાયી બની રહ્ના હતો.