Damanganga Times.

Damanganga Times.

August 10, 2026

વાપી-સેલવાસ રોડ કેબીઍસ કોલેજ પાસે કચરાના ઢગલાથી આરોગ્ય સામે જાખમ

વાપી-સેલવાસ રોડ કેબીઍસ કોલેજ પાસે કચરાના ઢગલાથી આરોગ્ય સામે જાખમ


(દમણગંગા ટાઈમ્સ પ્રત્નિધિ)
વાપી, તા.૦૯ ઃ વાપી-સેલવાસ રોડ ઉપર ચણોદ વિસ્તારમાં આવેલી જાણીતી ધ્ગ્લ્ કોલેજ અને કામદાર હોસ્પિટલના કમ્પાઉન્ડ નજીક છેલ્લા ઘણા સમયથી કચરાના ઢગલા અને ગંદકી જોવા મળી રહી છે. મુખ્ય માર્ગની બાજુમાં જ કચરો ઍકત્રિત થતો હોવાથી અહીંથી પસાર થતા લોકો તેમજ કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને હોસ્પિટલમાં સારવાર માટે આવતા દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્ના છે.
ચણોદ વિસ્તારમાં મુખ્ય રસ્તાની બાજુમાં કચરો ઍકઠો થઈ જતાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્નાં છે. કચરાના ઢગલાને કારણે દુર્ગંધ ફેલાવા ઉપરાંત મચ્છર અને અન્ય જીવજંતુઓનો ઉપદ્રવ વધવાની શક્યતા છે. જેના પગલે કોલેજમાં અભ્યાસ કરવા આવતા વિદ્યાર્થીઓ તેમજ હોસ્પિટલમાં આવતા દર્દીઓના આરોગ્ય સામે પણ જોખમ ઊભું થયું છે.ઍક તરફ સ્વચ્છતા જાળવવા માટે તંત્ર દ્વારા વિવિધ -યાસો કરવામાં આવે છે, ત્યારે બીજી તરફ શૈક્ષણિક સંસ્થા અને હોસ્પિટલ જેવા મહત્વના સ્થળોની નજીક જ કચરાના ઢગલા જોવા મળતા વહીવટી તંત્રના સફાઈ વ્યવસ્થા સામે અનેક સવાલો ઊભા થયા છે. સ્થાનિકોઍ તાત્કાલિક કચરો હટાવી આ વિસ્તારમાં નિયમિત સફાઈ કરવામાં આવે તેવી માંગ કરી છે.