Damanganga Times.

Damanganga Times.

August 10, 2026

છીપવાડ નાળાની નબળી કામગીરીથી રીપેરીંગના કલાકમાં જ રસ્તો બિસ્માર

છીપવાડ નાળાની નબળી કામગીરીથી રીપેરીંગના કલાકમાં જ રસ્તો બિસ્માર


(દમણગંગા ટાઈમ્સ પ્રત્નિધિ)
વલસાડ, તા.૦૯ ઃ વલસાડ છીપવાડનું નાળુ છેલ્લા ૧૫ દિવસથી બંધ હોવાને કારણે સ્થાનિક નાગરિકો અને વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્ના હતો. આ મામલે વલસાડ ખેરગામ રોડ પરના ૪૦ ગામોના સરપંચોઍ ઍકત્રિત થઈને વલસાડ જિલ્લા અધિક કલેકટરને લેખિત અને મૌખિક રજૂઆત કરી હતી. સરપંચોની રજૂઆત બાદ તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે નાળુ રીપેર કરી તેને વાહનવ્યવહાર માટે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું.
જોકે, આડ્ઢર્યજનક બાબત ઍ છે કે નાળુ ખુલ્લું મૂક્યાના કલાકોમાં જ તેની અંદર નાના-મોટા ખાડા પડી ગયા હતા અને રસ્તો અત્યંત બિસ્માર હાલતમાં ફેરવાઈ ગયો હતો. માત્ર કલાકોમાં જ રસ્તાની આ દુર્દશા થતાં તંત્રની ગુણવત્તા નિયંત્રણ અને કામગીરી સામે ગંભીર સવાલો ઉઠવા પામ્યા છે. નાળુ લાંબા સમયથી બંધ રહેવાથી ૪૦ ગામોના લોકોને અવરજવર માટે ભારે મુશ્કેલીઓ વેઠવી પડી હતી.
સ્થિતિની ગંભીરતાને ધ્યાને લઈને ૪૦ ગામોના સરપંચોઍ જિલ્લા અધિક કલેક્ટરને રજૂઆત કરી ત્વરિત ઉકેલ લાવવાની માંગ કરી હતી. રજૂઆતના પગલે તંત્રઍ તબડતોબ નાળુ શરૂ તો કરી દીધું, પરંતુ નબળી કામગીરીના કારણે કલાકોમાં જ ખાડા પડી ગયા હતા.
૧૫ દિવસ સુધી નાળુ બંધ હોવા છતાં વહીવટી તંત્ર દ્વારા આ જગ્યાઍ સિમેન્ટ કોંક્રીટ (સીસી) કે પેવર બ્લોકનો મજબૂત રસ્તો કેમ ન બનાવવામાં આવ્યો, તે હાલ લોકમુખે અને તપાસનો મોટો વિષય બન્યો છે.
સ્થાનિક રહીશો અને સરપંચો દ્વારા આ પ્રકારે કરવામાં આવતી કામગીરી સામે રોષ વ્યક્ત કરવામાં આવી રહ્ના છે અને જવાબદાર ઍજન્સીઓ સામે કડક કાર્યવાહી કરી કાયમી ધોરણે રસ્તો સારો બનાવવામાં આવે તેવી માંગ ઉઠી છે.