Damanganga Times.

Damanganga Times.

August 10, 2026

ધરમપુરમાં આરઍફઅો પર કાર ચઢાવનાર આરોપી ઝડપાયો

ધરમપુરમાં આરઍફઅો પર કાર ચઢાવનાર આરોપી ઝડપાયો


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ધરમપુર, તા. ૦૯ ઃ હનમતમાળ રેન્જમાં ખેરના ઝાડ કાપવાના ગુનાની તપાસ દરમિયાન મહિલા ફોરેસ્ટર પર કાર ચઢાવી હુમલો કરવાનો પ્રયાસ અને જાનથી મારી નાખવાની ધમકી આપવાના કેસમાં વોન્ટેડ આરોપી દિલીપભાઈ બેંડુભાઈ રાવણને ધરમપુર પોલીસે હનમતમાળ ખાતેથી ઝડપી પાડ્યો છે.
મામાભાચા ગામે ખેરના ઝાડ કાપવાના ગુનાની તપાસ કરી રહેલા રાઉન્ડ ફોરેસ્ટર રેણુકાબેન ભોયા અને ફોરેસ્ટર લતાબેન આહીર તરફ આરોપીઍ તા. ૪ ઓગસ્ટની મોડી રાત્રે મારુતિ બ્રેઝા કાર પૂરઝડપે હંકારી કચડી નાખવાનો પ્રયાસ કર્યો હોવાનો ફરિયાદમાં આક્ષેપ હતો. બંને કર્મચારીઓ સમયસર ખસી જતા મોટી દુર્ઘટના ટળી હતી. બાદમાં આરોપી ફરાર થઈ ગયો હતો.
દરમિયાન ધરમપુર પોલીસને આરોપી હનમતમાળ વિસ્તારમાં હોવાની બાતમી મળતા પોલીસે કાર્યવાહી કરી તેને ઝડપી લીધો હતો. પોલીસ મુજબ આરોપી હનમતમાળ રેન્જ ફોરેસ્ટ વિભાગના ગુના સહિત ગુજરાત અને મહારાષ્ટ્રના ફોરેસ્ટ વિભાગને લગતા અન્ય ગુનાઓમાં પણ વોન્ટેડ હોવાનું સામે આવ્યું છે.
આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ  શરૂ કરવામાં આવી છે.