ધરમપુર, કપરાડા અને ઉમરગામમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી
- byDamanganga Times
- 10 August, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ધરમપુર, કપરાડા, ઉમરગામ, તા.૦૯ ઃ ધરમપુરના આસુરા વાવ પાસે બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પહાર પહેરાવી ધરતી તેમજ પ્રકૃતિની પૂજા કરવામાં આવી હતી ત્યાર બાદ ધરમપુરના આસુરા બીરસામુંડા સર્કલથી વિવિધ ધરમપુર શહેરના સ્થળોઍથી ઢોલ, નગારા, તુર- થાળી, તારપા ડીજે સહિતના વિવિધ વાદ્યોના વાજીંત્ર તથા આદિવાસી વેશભૂષા માં નૃત્ય સહિત નાચણા સાથે નીકળેલી વિરાટ રેલી સૌના આકર્ષણનું કેન્દ્ર બની હતી.તેમજ ગ્રામ્ય વિસ્તારેથી ખરીદ વેચાણ અર્થે આવેલા લોકોઍ આદિવાસી દિવસની મજા માણી હતી આદિવાસી સમાજના વેશભૂષા ધારણ કરી તેમજ યુવાનો જય આદિવાસી નામની રંગ બેરંગી જર્સી પહેરી ને આનંદ ઉલ્લાસ ભેર વિરાટ સ્વરૂપે નીકળેલ રેલી મા ભાગ લઇ ઉત્સુકતા દાખવી હતી.
આ વખતે પણ દર વર્ષની જેમ મન મૂકીને રેલી સહિતના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં દૂર દૂરથી ગ્રામ્ય વિસ્તારથી આવેલા વડીલો યુવાનો બહેનો યુવતીઓ જોડાઈને વિશ્વ આદિવાસી દિવસને ઉલ્લાસભેર માણ્યો હતો વિશાળ રેલીમાં આદિવાસી અગ્રણીઓ ઉપસ્થિત રહી તમામ ક્ષેત્રમાં આગળ, આદિવાસીઓ હંમેશા સંસ્કારી છે અને બાળકોને સારુ સંસ્કારનું સિંચન કરવામાં આવે ઍમ તમામ આદિવાસી ભાઈઓઍ -યત્ન કરવા જોઈઍ ની વાતો કરાઈ હતી રેલીમા જોડાયેલા સહુ માટે આદિવાસીનું પરંપરાગત ભડકું તેમજ પાણીચું, આજીલાના પાનની ચટણીની વ્યવસ્થા કરવામાં આવી હતી.
વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે બિરસા મુંડા સર્કલ આસુરા વાવથી વિરાટ સ્વરૂપે કાઢવામાં આવેલ રેલી ધરમપુરના વાલોડ ફળિયા, આસુરા ઝાપા , પ્રભુ ફળિયા, મોટા બજાર, ઍસટી ડેપો રોડ થઈ ડો. બાબા સાહેબ આંબેડકર પ્રતિમા આગળ ભેગા થઈને બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર કર્યા હતા વિશ્વ આદિવાસી દિવસ ને સાર્થક કરવા ધરમપુરના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ પૂર્વ ધારાસભ્ય ઈશ્વરભાઈ પટેલ તેમજ સરપંચો સહિતના આદીવાસી અગ્રણીઓ હાજર રહ્ના હતાં. તેમજ મહાનુભવોઍ વિશ્વ આદિવાસી દિવસ અનુરૂપ સંબોધન કર્યું હતું.
તેવી જ રીતે કપરાડા - નાનાપોંઢા તાલુકા માં પણ વિવિધ જગ્યાઍ આદિવાસી દિવસ ની ઉજવણી ના ભાગરૂપે વિવિધ કાર્યક્રમો યોજવા માં આવ્યા હતા. જેમાં નાનાપોંઢા બિરસા મુંડા સર્કલ ખાતે બિરસા મુંડાની પ્રતિમાને ફૂલ હર ફેરવી આદિવાસી પૂજાવિધિ કરાઈ હતી. આ ઉપરાંત નાનાપોંઢા ઍ.પી.ઍમ. સી ખાતે થી હજારોની સંખ્યા માં થોડા થોડા અંતરે પાંચ થી છ જેટલા ડી.જે વગાડી આદિવાસી સોંગ ના તાલે આદિવાસીઓ ઝૂમી ઉઠ્યા હતા. આ ઉપરાંત કપરાડા તાલુકાના ધારણમાળ ખાતે હજારોની સંખ્યામાં આદિવાસી સમુદાયો ઉપસ્થિત રહ્ના હતો. અને આદિવાસી કૃતિઓ રજૂ કરી આદિવાસી પરંપરા અને સંસ્કૃતિની ઝાંખી કરાવી હતી. આ ઉપરાંત આદિવાસી રીતિ રિવાજો પ્રમાણે પૂજા વિધિ કરાઈ હતી.
તેમજ ઉમરગામના સરીગામ અને ધોડીપાડા ખાતેથી મોટી સંખ્યામાં આદિવાસી સમાજના આગેવાનો અને કાર્યકરો રેલી સ્વરૂપે નીકળ્યા હતા. રેલી સરીગામ ત્રણ રસ્તા ખાતે પહોંચી હતી, જ્યાં ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પહાર અર્પણ કરી વંદન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં ધારાસભ્ય રમણભાઈ પાટકર, તાલુકા પંચાયત પ્રમુખ સતિષભાઈ, પૂર્વ ધારાસભ્ય શંકરભાઈ વારલી, તાલુકા ભાજપ પ્રમુખ ડૉ. નીરવ શાહ, તાલુકા ખ્ભ્પ્ઘ્ ઉપપ્રમુખ વિજયભાઈ પાટકર, તાલુકા સરપંચ સંઘ પ્રમુખ રાકેશભાઈ વઘાત, કરજ ગામ ગ્રામ પંચાયતના સરપંચ કમલેશભાઈ, તાલુકા પંચાયત કારોબારી અધ્યક્ષ મનીષભાઈ, તાલુકા પંચાયત સભ્ય મંગલભાઈ, ઉમરગામ તાલુકા ભાજપ ઍસટી મોરચા પ્રમુખ અરવિંદભાઈ, પૂર્વ મહામંત્રી પ્રકાશભાઈ પટેલ સહિત મોટી સંખ્યામાં આગેવાનો અને ભાજપ કાર્યકરો ઉપસ્થિત રહ્ના હતા.
