વાપીમાં જિલ્લા કક્ષાની ‘તિરંગા યાત્રા’ યોજાશે
- byDamanganga Times
- 10 August, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૦૯ ઃ સમગ્ર રાજ્યમાં તા. ૭ થી ૧૩ ઓગસ્ટ દરમિયાન હર ઘર તિરંગા યાત્રા યોજાઇ રહી છે. જે અંતર્ગત વલસાડ જિલ્લાની તિરંગા યાત્રા ૧૩મી ઓગસ્ટે સવારે ૯ઃ૦૦ કલાકે વાપીમાં યોજાશે. આ યાત્રામાં પોલીસ બેન્ડ દ્વારા દેશભક્તિ આધારિત ધૂન રજૂ કરવામાં આવશે તેમજ ઘોડે સવાર પોલીસ જવાનો સાથેની તિરંગા યાત્રા શહેરીજનોમાં આકર્ષણનું કેન્દ્ર બનશે આ તિરંગા યાત્રા દરમિયાન પોલીસ વિભાગના જવાનો પોલીસ બેન્ડ દ્વારા દેશભક્તિ આધારિત ધૂન રજૂ કરવામાં આવશે. તેમજ ઘોડેસવાર પોલીસ જવાનો સાથેની તિરંગા યાત્રા શહેરીજનો માટે ખાસ આકર્ષણનું કેન્દ્ર બનશે. યાત્રામાં વાપીની વિવિધ શાળાઓ અને કોલેજોના વિદ્યાર્થીઓ, ઍનસીસીના કેડેટ્સ તેમજ મોટી સંખ્યામાં નગરજનો જોડાશે.
આ ઉપરાંત બાઈક રેલી અને સાઇકલ રેલી દ્વારા પણ લોકો તિરંગા યાત્રામાં ભાગ લઈ દેશભક્તિની ભાવનાને પ્રબળ બનાવશે.
