કપરાડામાં જરુરિયાત ધરાવતાં દિવ્યાંગ બાળકોનો ઍસેસમેન્ટ કેમ્પ યોજાયો
- byDamanganga Times
- 10 August, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
કપરાડા, તા. ૦૯ ઃમગ્ર શિક્ષા ગાંધીનગર પ્રેરિત, સમગ્ર શિક્ષા વલસાડ અનુદાનિત અને માર્ગદર્શિત કપરાડા બ્લોક્માં સરકારી અને અનુદાનિત શાળાઓમાં અભ્યાસ કરતા બાલવાટિકાથી ધોરણ ૧૨ સુધીના વિશિષ્ટ જરુરિયાત ધરાવતાં દિવ્યાંગ વિધ્યાર્થીઓનું ખ્ન્ત્પ્ઘ્બ્ સંસ્થા દ્વારા વર્ષ ૨૦૨૬-૨૭ માટે ઍસેસમેંટ કેમ્પનું આયોજન શિક્ષક સદન, કપરાડા ખાતે કરવામાં આવ્યુ હતું.
જે અંતર્ગત કુલ ૯૬ વિધ્યાર્થીઓ અને મોટી સંખ્યામાં વાલીઓ ઉપસ્થિત રહ્નાં હતાં. આવનાર સાધન સહાય કેમ્પમાં આ તમામ બાળકોને સરકાર દ્વારા સાધન સહાય કરવામાં આવશે.
આ કેમ્પમાં કપરાડા બી.આર.સી.કો.ઓ. સંજયભાઈ અને તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી મનોજભાઈ દ્વારાં બાળકો અને વાલીઓને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ઉપરાંત આ પ્રસંગે કપરાડા બી.આર.સી.કો.નાં સૂચનથી, સ્નેહલભાઇ પટેલ – કુસુમ ફાઉન્ડેશનનાં દ્વારાં તમામ બાળકોને શૈક્ષણિક કિટ આપવામાં આવી હતી. જે બદલ દાતાનો આભાર માનવામાં આવ્યો હતો. સમગ્ર કાર્યક્રમાનું સંચાલન બી.આર.સી.કો.ઓ.નાં માર્ગદર્શન હેઠળ તમામ સ્પેશિયલ ઍજ્યુકેટર દ્વારા કરવામાં આવ્યું હતું.
