Damanganga Times.

Damanganga Times.

August 10, 2026

ધરમપુર ઍકલવ્ય સ્કુલમાં જિલ્લા સ્તરની મેનેજમેન્ટ કમિટીની બેઠક મળી

ધરમપુર ઍકલવ્ય સ્કુલમાં જિલ્લા સ્તરની મેનેજમેન્ટ કમિટીની બેઠક મળી


  (દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ધરમપુર, તા. ૦૯ ઃ  ધરમપુર સ્થિત ભ્પ્શ્રી ઍકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ (ચ્પ્ય્લ્) ખાતે વલસાડ જિલ્લા કલેક્ટર નીતિન સાંગવાનની અધ્યક્ષતામાં જિલ્લા સ્તરની મેનેજમેન્ટ કમિટી (ઝ઼ન્પ્ઘ્)ની બેઠક યોજાઈ હતી. બેઠકમાં શાળાના નવનિર્માણ, માળખાકીય સુવિધાઓ અને વિદ્યાર્થીઓને વધુ સારું શૈક્ષણિક વાતાવરણ મળે તે અંગે વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી. કલેક્ટરે શાળાના નવા ભવનનું કામ વહેલી તકે શરૂ કરવા સંબંધિત અધિકારીઓને સૂચના આપી હતી.
બેઠક બાદ કલેક્ટરે શાળા અને હોસ્ટેલની મુલાકાત લઈ વિદ્યાર્થીઓની રહેવા-જમવાની વ્યવસ્થા તથા સ્વચ્છતાનું નિરીક્ષણ કર્યું હતું. ત્યારબાદ વર્ગખંડોમાં વિદ્યાર્થીઓ સાથે સીધો સંવાદ કરી અંગ્રેજી, હિન્દી, ગણિત અને વિજ્ઞાન વિષયના પ્રશ્નો પૂછી તેમના જ્ઞાન અને સમજણનું સ્તર ચકાસ્યું હતું.
વિદ્યાર્થીઓના આત્મવિશ્વાસપૂર્ણ જવાબોથી પ્રભાવિત થઈ કલેક્ટરે વિદ્યાર્થીઓની હોશિયારી તેમજ આચાર્ય, શિક્ષકો અને સ્ટાફની કામગીરીને બિરદાવી હતી. બેઠક અને નિરીક્ષણ બાદ શાળાના સર્વાંગી વિકાસ તથા શૈક્ષણિક ગુણવત્તા વધુ મજબૂત બને તેવી દિશામાં જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.