Damanganga Times.

Damanganga Times.

August 08, 2026

વાંસદામાં શ્રમજીવી મહિલાને રાષ્ટ્રપતિનું આમંત્રણ મળ્યું

વાંસદામાં શ્રમજીવી મહિલાને રાષ્ટ્રપતિનું આમંત્રણ મળ્યું


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાંસદા, તા. ૦૭ ઃ ૧૫મી ઓગસ્ટ સ્વાતંત્ર દિને દિલ્હીના રાષ્ટ્રપતિ ભવનના કાર્યક્રમમાં હાજરી આપશે નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના પ્રતાપનગર ગામની સરોજબેન પટેલને ૧૫ ઓગસ્ટે નવી દિલ્હીના રાષ્ટ્રપતિ ભવનમાં યોજાનારા સમારોહમાં હાજરી આપવા માટે રાષ્ટ્રપતિ તરફથી વિશેષ આમંત્રણ મળ્યું છે. આમંત્રણ નવસારી પોસ્ટ વિભાગના પોસ્ટમેન ઈશ્વરભાઈ દ્વારા સરોજબેનને સોંપવામાં પ્રતાપનગર વાંસદાનું અંતરિયાળ ગામ છે. સરોજબેન દશરથભાઈ પટેલ મોટાહથિયામાં રહે છે અને ખેતમજુરી કરીને જીવનનિર્વાહ કરે છે. પરિવારના જણાવ્યા મુજબ આમંત્રણ મળ્યા બાદ ઘરમાં આનંદનો માહોલ જોવા મળ્યો હતો.
 ૧૫ ઓગસ્ટના સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે રાષ્ટ્રપતિ ભવનમાં થોજાનારા કાર્યક્રમમાં સરોજબેન હાજર રહેશે. સ્થાનિક સ્તરે આ આમંત્રણને વાંસદા તાલુકા અને નવસારી જિલ્લા માટે મહત્વની ઘટના તરીકે જોવામાં આવી રહી છે. મારા જીવનનો અનમોલ લ્હાવો નથી દિલ્હીના રાષ્ટ્રપતિ ભવનમાં થોજાનારા સમારોહમાં હાજરી આપવા માટે ભારતના રાષ્ટ્રપતિ તરફથી આમંત્રણ મળવું ઍ ખૂબ જ ગૌરવ અને સન્માનની વાત છે, કારણકે હું અંતરિયાળ વિસ્તારમાં ખેતમજુરી કરનાર છું અને હું રાષ્ટ્રપતિ ભવનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ દ્વીપદી મુર્ગુ સમક્ષ બેસવાનો લાહવો મારા જીવન માટે અનમોલ રહેશે.