દમણમાં અદાણી ગેસ નામની ઍપીકે ફાઈલ ફરતી થઈ
- byDamanganga Times
- 08 August, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
દમણ, તા. ૦૭ ઃ પોલીસ અધિક્ષક કેતન બંસલે નાગરિકોને અદાણી ગેસ અને અન્ય કંપનીઓના નામે થતી સાયબર છેતરપિંડી સામે સતર્ક રહેવા વિનંતી કરી છે. તેમણે કહ્નાં કે સાયબર છેતરપિંડી કરનારાઓ વોટ્સઍપ અને ઍસઍમઍસનો ઉપયોગ કરીને વપરાશકર્તાઓને ખ્ભ્ધ્ ફાઇલો ડાઉનલોડ કરવા માટે ફસાવે છે, અને દાવો કરે છે કે તેમની પાસે ગેસ બિલ બાકી છે અથવા કનેક્શન ડિસ્કનેક્ટ થઈ ગયા છે. ઍકવાર આ ફાઇલો મોબાઇલ ફોન પર ઇન્સ્ટોલ થઈ જાય, પછી છેતરપિંડી કરનારાઓ બ્વ્ભ્, બેંકિંગ માહિતી અને અન્ય સંવેદનશીલ ડેટા ઍક્સેસ કરી શકે છે. ઍસપી બંસલે લોકોને કોઈપણ અજાણી લિંક્સ અથવા ખ્ભ્ધ્ ફાઇલો ડાઉનલોડ ન કરવા અને ફક્ત ગૂગલ પ્લે સ્ટોર અથવા ઍપલ ઍપ સ્ટોર પરથી જ મોબાઇલ ઍપ્સ ઇન્સ્ટોલ કરવા વિનંતી કરી. જો કોઈ વ્યક્તિ ભૂલથી શંકાસ્પદ ઍપ ડાઉનલોડ કરે અથવા બેંકની માહિતી શેર કરે, તો તાત્કાલિક ઇન્ટરનેટ ડિસ્કનેક્ટ કરો, ઍપ ડિલીટ કરો, બેંકનો સંપર્ક કરો અને રાષ્ટ્રીય સાયબર હેલ્પલાઇન, ૧૯૩૦ પર ફરિયાદ નોંધાવો. તેમણે કહ્નાં કે સાયબર ગુના અટકાવવા માટે તકેદારી ઍ સૌથી અસરકારક રીત છે.
