Damanganga Times.

Damanganga Times.

August 08, 2026

તિથલમાં બંધ મકાનનું તાળુ તોડી રૂ. ૩.૩૫ લાખની મત્તાની ચોરી

તિથલમાં બંધ મકાનનું તાળુ તોડી રૂ. ૩.૩૫ લાખની મત્તાની ચોરી


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૦૭ ઃ વલસાડ શહેરના તીથલ રોડ પર આવેલી પૂજા અભિષેક બિલ્ડીંગમાં બપોરના સમયે તસ્કરોઍ બંધ મકાનને નિશાન બનાવી દરવાજાનો નકુચો તોડી અંદર પ્રવેશ કર્યો હતો. તસ્કરો બેડરૂમમાં મૂકેલા કબાટના લોકરમાંથી સોના-ચાંદીના દાગીના તેમજ રોકડ રકમ મળી રૂ. ૩,૩૫,૦૦૦ ની મત્તા ચોરીને ફરાર થઈ જતાં ચકચાર મચી ગઈ છે. વલસાડ શહેરના નાના ખત્રીવાડમાં આવેલ મિતુલ ચેમ્બર માં પાંચ દુકાનોના તાળા તૂટવાની ઘટના બની હતી. જોકે દુકાનના તાળા તૂટવાની ઘટના બનતા અન્ય દુકાનદારો માં ફાફડા ફેલાઈ ગયો હતો. ત્યારે બીજા દિવસે વલસાડ શહેરના  તિથલ રોડ પર આવેલ  પૂજા અભિષેક બિલ્ડીંગના ફલેટ નંબર  ૧૦૮ ઍમાં  બીનાબેન વિજયભાઈ પટેલ પોતાના નાના બેન લતાબેન સાથે રહે છે તા. ૦૬ ઓગસ્ટ ૨૦૨૬ના રોજ બપોરે ૦૧ઃ૧૫ થી ૦૪ઃ૧૫ વાગ્યાના સમયગાળા દરમિયાન જ્યારે ઘર બંધ હતું,  ત્યારે કોઈ અજાણ્યા તસ્કરે મુખ્ય દરવાજાનો નકુચો તોડી ઘરમાં પ્રવેશી કબાટના લોકરમાં મૂકેલા સોના નું મંગળસૂત્ર સોનાની ચેન સોનાની બુટ્ટી વીંટી પેન્ડલ બ્રેસલેટ કિંમત રૂપિયા ૨.૯૫ લાખ તથા ચાંદી ની સાંકડા અને સિક્કા તેમજ રોકડા રૂપિયા ૪૦,૦૦૦ મળી કુલ ૩.૩૫ લાખની માતાની ચોરી થવાની ઘટના બનતા બીનાબેન વિજયભાઈ પટેલે  વલસાડ સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.