Damanganga Times.

Damanganga Times.

August 08, 2026

સેલવાસમાં બાથરૂમમાંથી નવજાત બાળકીનો મૃતદેહ મળતાં ચકચાર

સેલવાસમાં બાથરૂમમાંથી નવજાત બાળકીનો મૃતદેહ મળતાં ચકચાર


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
સેલવાસ, તા. ૦૭ ઃ  કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલીના સિલવાસા શહેરના વાવીશા ફળિયા, વોર્ડ નં. ૪ સ્થિત ઇપ્કા કોલોનીમાં ઍક નવજાત બાળકીનો મૃતદેહ મકાનના બાથરૂમમાંથી મળી આવતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. ઘટનાની જાણ થતાં જ સિલવાસા પોલીસ સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી હતી.
પ્રા માહિતી મુજબ, આ ઘટના રમાકાંત યાદવની ચાલમાં બની હોવાનું જાણવા મળ્યું છે. સ્થાનિક લોકોઍ બાથરૂમમાં નવજાત બાળકી મૃત હાલતમાં જોવા મળતાં પોલીસને જાણ કરી હતી. સૂત્રોના જણાવ્યા મુજબ, પોલીસને ગુરુવારે સાંજે ૬ થી ૭ વાગ્યાની વચ્ચે ઘટનાની માહિતી મળી હતી.
સૂત્રોના જણાવ્યા અનુસાર મૃત બાળકીની ઉંમર આશરે ઍકથી બે દિવસ હોવાનું માનવામાં આવી રહ્નાં છે. જોકે, પોલીસ દ્વારા હજુ સુધી તેની ઉંમર અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.
પોલીસે સ્થળનું પંચનામું કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. પ્રાથમિક તપાસમાં મોતનું ચોક્કસ કારણ સામે આવ્યું નથી અને સમગ્ર મામલે તમામ દિશામાં તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
તપાસના ભાગરૂપે પોલીસ આસપાસના સીસીટીવી ફૂટેજની તપાસ કરી રહી છે, ઘટનાસ્થળેથી પુરાવા ઍકત્રિત કરી રહી છે તેમજ સ્થાનિક લોકોના નિવેદનો નોંધવામાં આવી રહ્ના છે, જેથી ઘટનાની હકીકત બહાર આવી શકે.
પોલીસે હાલમાં કોઈપણ સંભાવનાને લઈને સત્તાવાર નિવેદન આપ્યું નથી. અધિકારીઓનું કહેવું છે કે પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને તપાસ પૂર્ણ થયા બાદ જ બાળકીના મોતનું સાચું કારણ સ્પષ્ટ થઈ શકશે.