Damanganga Times.

Damanganga Times.

August 08, 2026

પારડીમાં શૌચાલયમાં યુવતીની છેડતી કરનાર આધેડ ઝડપાયો

પારડીમાં શૌચાલયમાં યુવતીની છેડતી કરનાર આધેડ ઝડપાયો


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
પારડી, તા. ૦૭ ઃ પારડીમાં સરકારી શૌચાલયમાં યુવતીની છેડતી કરનાર આધેડ ને પારડી પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો હતો. આધેડે યુવતીનો પીછો કરી અશ્લીલ ઈશારા કરી બળજબરી થી હાથ પકડતા યુવતી ઍ  બૂમાબૂમ કરી હતી   પારડી શહેરના દમણીઝાંપા વિસ્તારમાં  સરકારી શૌચાલયમાં ગયેલી ૨૨ વર્ષીય પારડી શહેરની ઍક યુવતીનો પીછો કરી, અશ્લીલ છેડતી કરનાર આધેડ સામે પારડી પોલીસ મથકે ગુનો નોંધી પોલીસે ગણતરીના કલાકમાં આરોપી ને ઝડપી પાડી  જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે ગત ૫ ઓગસ્ટની રાત્રે યુવતી શૌચાલયમાં ગઈ ત્યારે મહેશભાઈ રામજીભાઈ પટેલ નામના આધેડે પીછો કરી બહાર અશ્લીલ ઈશારા કર્યા હતા અને બળજબરીથી હાથ પકડી છેડતી કરી હતી યુવતીઍ બૂમાબૂમ કરતા આરોપીઍ હાથ મચકોડી જાનથી મારી નાખવાની ધમકી આપી ભાગી છૂટ્યો હતો ફળિયાના આગેવાનો સાથે ચર્ચા બાદ યુવતીઍ ફરિયાદ નોંધાવતા પારડી પોલીસે ગણતરીના કલાકમાં આધેડ આરોપીને ઝડપી પડ્યો છે અને તેના સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.