હોન્ડથી પાંચ મહિલા ૨.૮૫ લાખનો દારૂ સાથે ઝડપાઈ
- byDamanganga Times
- 08 August, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ચીખલી, તા. ૦૭ ઃ ચીખલી ને.હા નંબર ૪૮ ઉપર આવેલ હોન્ડ ગામની હદમાંથી ચીખલી પોલીસે પાંચ મહિલાઓને રૂપિયા ૨.૮૫ લાખના દારૂના જથ્થા સાથે ઝડપી પાડી તમામ મહિલાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરાતા દારૂની ખેપ મારતી મહિલાઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. બનાવની પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર ચીખલી ને.હા નંબર ૪૮ ઉપર આવેલ હોન્ડ ગામના બસ સ્ટેન્ડ પાસે ચીખલી પોલીસ વાહન ચેકિંગ કરી રહી હતી દરમિયાન મુંબઈથી અમદાવાદ જતા ટ્રેક ઉપર પાંચ જેટલી મહિલાઓ જે શંકાસ્પદ મીણિયા થેલાઓ લઈને ઊભેલી હોય આ મહિલાઓને ચીખલી પોલીસે સાથે રાખેલ પ્લાસ્ટિકના મીણિયા થેલાને ચેક કરતા પાંચ મહિલાઓ પાસેથી બીયર, વિસ્કી નો જથ્થો નંગ ૧૨૦૦ મળી આવ્યો હતો જેની અંદાજિત કિંમત રૂપિયા ૨.૮૫.૪૮૦ નો મુદ્દા માલ કબજે કરવામાં આવ્યો હતો
પકડાયેલ મહિલાઓમાં સરિતા દલસિંગ ભુરીયા, સરલા અલ્પેશ ભુરીયા, સુખી કમલેશ ભુરીયા, નિરાલી સુરેશ ભુરીયા, ધુળકી મેસુ ભુરીયા તમામ રહે ભરતાણા ગામ પાણીની ટાંકી પાસે ઝુપડપટ્ટીમાં સુરત મૂળ રહે. જેસાવાડા ગામ નંદેલાવ ફળિયું તા. ગરબાડા જી. દાહોદની સામે કાયદેસરની કાર્યવાહી કરી આગળની વધુ તપાસ ચીખલી પોલીસે હાથ ધરી છે.
