Damanganga Times.

Damanganga Times.

August 08, 2026

હનુમાન ભાગડામાં રાશનકીટનું વિતરણ કરાયું

હનુમાન ભાગડામાં રાશનકીટનું વિતરણ કરાયું


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૦૭ ઃ વલસાડનાં હનુમાન ભાગડા પૂરગ્રસ્ત વિસ્તારમાં ત્રીજા રાઉન્ડ અંતર્ગત સહાય કામગીરી ચાલુ રાખીને નવીનગરી તળાવ ફળિયુના જરૂરિયાતમંદ પરિવારજનોને આવશ્યક રાહત સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ રાહત કાર્યક્રમ દરમિયાન પૂર અસરગ્રસ્ત લોકોને દૈનિક જરૂરિયાતની ચીજવસ્તુઓમાં વાસણની કિટ અને પ્લાસ્ટિકની ડોલ, ભાઈઓ માટે પેન્ટ-શર્ટ અને બહેનો માટે ડ્રેસ, ટુવાલ તેમજ મચ્છરદાની જેવી ઉપયોગી સામગ્રીનું વિનામૂલ્યે વિતરણ કરીને મદદનો હાથ લંબાવવામાં આવ્યો હતો. આ પુણ્યકાર્ય અને રાહત સેવા ઓમકારેશ્વર મહાદેવ મંદિર તેમજ નિશુલ્ક ઍમ્બ્યુલન્સ સેવાના વહીવટકર્તા સંજય સ્ટીલ  અને આયુષ   સંજય શાહ દ્વારા આયોજિત કરવામાં આવ્યું હતું. આ વિતરણથી પૂરગ્રસ્ત વિસ્તારના અનેક પરિવારજનોને મોટી રાહત મળી છે. સ્થાનિક લોકોઍ આ ઉમદા કાર્ય બદલ આયોજકોનો આભાર વ્યક્ત કર્યો હતો.