Damanganga Times.

Damanganga Times.

August 08, 2026

નાનાપોîઢા ઍપીઍમસીમાં મહિલા કર્મયોગી દિવસ ઉજવાયો

નાનાપોîઢા ઍપીઍમસીમાં મહિલા કર્મયોગી દિવસ ઉજવાયો


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૦૭ ઃ વલસાડ જિલ્લા મહિલા અને બાળ અધિકારી કચેરી દ્વારા નારી વંદના ઉત્સવની ઉજવણી અંતર્ગત નાનાપોંઢા તાલુકાના ઍપીઍમસી ખાતે મહિલા કર્મયોગી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે નાનાપોંઢા મહેતા પ્રા. લી. અને વડખભા બ્રાસ કોપર પ્રા. લી. કંપનીની મહિલા કામદારોને ઍકત્રિત કરીને કામકાજના સ્થળે મહિલાઓની થતી જાતીય સતામણી  અધિનિયમ-૨૦૧૩ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. ઉપરાંત મહિલાઓ પોતાની ફરિયાદ ક્યાં અને કેવી રીતે કરી શકે તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન મહિલા અભયમ હેલ્પલાઇન ૧૮૧ તથા પોલીસ ઇમરજન્સી હેલ્પલાઇન ૧૧૨ વિશે માહિતી આપવામાં આવી હતી. સાથે જ ભારત સરકાર દ્વારા મહિલાઓ માટે અમલમાં રહેલી વિવિધ કલ્યાણકારી યોજનાઓની પણ જાણકારી આપવામાં આવી હતી.
કાર્યક્રમમાં નાનાપોંઢા તાલુકા પ્રમુખ મનીષાબેન પટેલ, મહિલા બાળ વિકાસ અને યુવા પ્રવૃત્તિ સમિતિના અધ્યક્ષ દક્ષાબેન ચૌધરી, તાલુકા પંચાયત સભ્ય તથા ઍપીઍમસી ચેરમેન  મુકેશભાઈ પટેલ, વલસાડના મહિલા અને બાળ અધિકારી શ્વેતા આર. દેસાઈ, દહેજ પ્રતિબંધક સહ રક્ષણ અધિકારી  કમલેશભાઈ ગીરાસે, નાનાપોંઢા મહેતા પ્રા. લી.ના મેનેજર  રાજેન્દ્રભાઈ તથા વડખભા બ્રાસ કોપર પ્રા. લી.ના મેનેજર  છોટુભાઈ સહિત મોટી સંખ્યામાં મહિલા કામદારો ઉપસ્થિત રહ્ના હતાં.