Damanganga Times.

Damanganga Times.

August 08, 2026

આદિવાસી સંસ્કૃતિ : વિશ્વને માર્ગ બતાવતી જીવનશૈલી

આદિવાસી સંસ્કૃતિ :  વિશ્વને માર્ગ બતાવતી જીવનશૈલી


 વિશ્વભરમાં દર વર્ષે ૯ ઓગસ્ટે વિશ્વ આદિવાસી દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસ માત્ર ઉજવણીનો પ્રસંગ નથી, પરંતુ આદિવાસી સમાજના ઇતિહાસ, સંસ્કૃતિ, પરંપરા, અધિકારો અને વિશ્વ માનવતાને આપેલા અમૂલ્ય યોગદાનને યાદ કરવાનો અવસર છે. સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા આ દિવસની ઉજવણીનો મુખ્ય હેતુ વિશ્વના આદિવાસી સમુદાયોના અધિકારોનું રક્ષણ કરવો તેમજ તેમની સંસ્કૃતિ અને જીવનમૂલ્યોનું જતન કરવું છે.
ભારતનો આદિવાસી સમાજ પ્રકૃતિ સાથે સહઅસ્તિત્વમાં જીવવાનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. જંગલો, નદીઓ, પહાડો અને ધરતીને દેવતાસ્વરૂપ માનીને તેમની પૂજા કરવાની પરંપરા આજે પણ જીવંત છે. આદિવાસી જીવનમાં પ્રકૃતિ માત્ર જીવનનિર્વાહનું સાધન નથી, પરંતુ આસ્થા, સંસ્કૃતિ અને જીવનદર્શનનું કેન્દ્ર છે. તેથી જ આદિવાસી સમાજે સદીઓથી પર્યાવરણનું સંરક્ષણ કરીને સમગ્ર વિશ્વને ટકાઉ વિકાસનો સાચો માર્ગ બતાવ્યો છે.
આદિવાસી સમાજની લોકકલા, લોકનૃત્ય, લોકસંગીત, પરંપરાગત વાજિંત્રો, લોકવસ્ત્રો અને તહેવારો તેની સમૃદ્ધ સાંસ્કૃતિક ધરોહર છે. દરેક તહેવારમાં પ્રકૃતિ પ્રત્યે આભાર વ્યક્ત કરવાનો ભાવ જોવા મળે છે.
સમૂહમાં જીવન જીવવું, ઍકબીજાને સહકાર આપવો, વડીલોનો આદર કરવો અને સામાજિક ઍકતા જાળવવી ઍ આદિવાસી સંસ્કૃતિના મુખ્ય આધારસ્તંભો છે.
આજે સમગ્ર વિશ્વ પર્યાવરણ પ્રદૂષણ, આબોહવા પરિવર્તન અને જંગલોના વિનાશ જેવી ગંભીર સમસ્યાઓનો સામનો કરી રહ્નાં છે. આવી સ્થિતિમાં આદિવાસી સમાજનું જીવનદર્શન સમગ્ર માનવજાત માટે પ્રેરણારૂપ બની શકે છે. પ્રકૃતિ સાથે સંતુલિત જીવન જીવવાની તેમની પરંપરા આજના યુગની સૌથી મોટી જરૂરિયાત છે.
વિશ્વ આદિવાસી દિવસ આપણને સંદેશ આપે છે કે વિકાસની સાથે સંસ્કૃતિ અને પ્રકૃતિનું પણ સંરક્ષણ જરૂરી છે. નવી પેઢીઍ પોતાના વારસા, ભાષા, સંસ્કૃતિ અને પરંપરાગત જ્ઞાનને જાળવી રાખીને આધુનિક શિક્ષણ અને વિકાસના માર્ગે આગળ વધવું જોઈઍ. સમાજમાં શિક્ષણ, સ્વાસ્થ્ય, મહિલા સશક્તિકરણ અને આર્થિક વિકાસ માટે પણ સંગઠિત -યાસો કરવાની જરૂર છે.
આપણે સૌ ૯ ઓગસ્ટના વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી માત્ર ઉત્સવ તરીકે નહીં, પરંતુ પોતાના ગૌરવ, ઓળખ અને સંસ્કૃતિ -ત્યેના સંકલ્પ તરીકે કરીઍ. આવનારી પેઢીને આદિવાસી સંસ્કૃતિના અમૂલ્ય મૂલ્યો વારસામાં આપીઍ અને પ્રકૃતિના સંરક્ષણનો સંદેશ સમગ્ર સમાજ સુધી પહોંચાડીઍ.
ૅઆદિવાસી સંસ્કૃતિ માત્ર ઍક સમાજની ઓળખ નથી, પરંતુ પ્રકૃતિ સાથે સુમેળમાં જીવવાનું વિશ્વને મળેલું અમૂલ્ય જીવનદર્શન છે.ૅ