Damanganga Times.

Damanganga Times.

September 09, 2026

દમણનાં શૈક્ષણિક સંસ્થાઓમાં જેમ્સ ઑફ ઇન્ડિયા જાગૃતિ અભિયાન યોજાયું

દમણનાં શૈક્ષણિક સંસ્થાઓમાં જેમ્સ ઑફ ઇન્ડિયા જાગૃતિ અભિયાન યોજાયું


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
દમણ, તા.૦૬ ઃ પ્ળ્ ગ્ર્ત્ર્ીર્શ્વીદ્દ દ્વારા જેમ્સ ઑફ ઇન્ડિયા પહેલ અંતર્ગત દમણની અગ્રણી શૈક્ષણિક સંસ્થાઓ—ગવર્નમેન્ટ ઍન્જિનિયરિંગ કોલેજ, ફત્જ્વ્ દમણ અને ગવર્નમેન્ટ કોલેજ, દમણમાં જાગૃતિ અને સહભાગિતા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. અભિયાનનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓ અને યુવાનોમાં આ રાષ્ટ્રીય પહેલ અંગે જાગૃતિ ફેલાવવાનો તથા તેમની વધુમાં વધુ ભાગીદારી સુનિડ્ઢિત કરવાનો હતો.આ અભિયાનનું આયોજન દમણના ડેપ્યુટી કલેક્ટર પ્રિયાંશુ સિંહના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓને ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયની જેમ્સ ઑફ ઇન્ડિયા પહેલના હેતુ, મહત્વ અને વિવિધ પાસાઓ વિશે વિગતવાર માહિતી આપવામાં આવી હતી. જાગૃતિ સત્રોમાં વિદ્યાર્થીઓ સાથે સીધો સંવાદ કરીને તેમને આ પહેલમાં જોડાવાની પ્રક્રિયા સમજાવવામાં આવી હતી તેમજ તેમની જિજ્ઞાસાઓનું નિરાકરણ કરવામાં આવ્યું હતું. ઉપરાંત, વિદ્યાર્થીઓને પોતે સક્રિય રીતે ભાગ લેવા સાથે પોતાના સહાધ્યાયીઓ અને અન્ય યુવાનો સુધી પણ આ પહેલની માહિતી પહોંચાડવા પ્રેરિત કરવામાં આવ્યા હતા. અભિયાન દરમિયાન ભારતની સિદ્ધિઓ, પ્રેરણાદાયી વ્યક્તિત્વો, સમૃદ્ધ સાંસ્કૃતિક વારસા અને વિવિધ ક્ષેત્રોમાં દેશના નોંધપાત્ર યોગદાન અંગે યુવાનોમાં જાગૃતિ વધારવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. પ્ળ્ ગ્ર્ત્ર્ીર્શ્વીદ્દનો હેતુ રાષ્ટ્રીય મહત્વની યોજનાઓ અને કાર્યક્રમોની માહિતી વધુમાં વધુ યુવાનો સુધી પહોંચાડીને તેમની અર્થપૂર્ણ ભાગીદારીને પ્રોત્સાહન આપવાનો છે. દમણની વિવિધ શૈક્ષણિક સંસ્થાઓમાં યોજાયેલા આ જાગૃતિ અભિયાનને વિદ્યાર્થીઓ તરફથી ઉત્સાહજનક પ્રતિસાદ અને સક્રિય સહભાગિતા મળી હતી. આ પહેલ યુવાનોને રાષ્ટ્રીય મહત્વના કાર્યક્રમો સાથે જોડવા અને જનજાગૃતિને વધુ મજબૂત બનાવવાના સતત -યાસોનો ઍક મહત્વપૂર્ણ ભાગ હોવાનું આયોજકોઍ જણાવ્યું હતું.