જેસપોરના યુવાનનું શંકાસ્પદ મોત મામલે ડીઍસપીને આવેદન
- byDamanganga Times
- 06 August, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૦૫ ઃ વલસાડ ના જેસપોર ગામમાં ઍક યુવકના શંકાસ્પદ મોત મામલે પરિવારે ન્યાય માટે ગામજનો અને પરિવારજનો સાથે આજરોજ વલસાડ જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર પાઠવી યોગ્ય તપાસ કરવાની માંગણી કરી છે.
વલસાડ આવેદન પત્ર તાલુકાના જેસપોર ગામના નિશાળ ફળિયામાં રહેતા ગણપતભાઈ રડકાભાઈ પટેલનો પુત્ર અજયકુમાર ગણપતભાઈ પટેલ ગત તા.૦૯/૦૮/૨૦૨૬ના રોજ રાત્રે ૯ઃ૩૦ કલાકે પોતાના ઘરેથી પોતાની લાલ કલરની ઍક્ટિવા નંબર ઞ્થ્-૧૫-ગ્લ્-૬૨૦૨ લઈને નીકળ્યો હતો. સવારે ૪ વાગ્યે પરિવારજનો જાગ્યા ત્યારે પુત્ર ઘરમાં ન હોવાથી શોધખોળ શરૂ કરી હતી. ગામના સ્વામિનારાયણ મંદિર નદી અને પુલિયા આસપાસ તપાસ કર્યા બાદ, ગામના સ્મશાન તરફ જતા માર્ગ પર અજય પટેલ નો મૃતદેહ તેની ઍક્ટિવા સાથે મળી આવ્યો હતો. જે બાદ સરપંચ અને ગ્રામજનોને ઍકઠા કરી ડુંગરી પોલીસને જાણ કરવામાં આવી હતી. પરિવારના જણાવ્યા અનુસાર અજયનું મોત ઍક શંકા ઉપજાવે ઍવી હતી. ઘટનાના દિવસે વરસાદ ન હોવા છતાં મૃતકનું શરીર કાદવ-કીચડવાળું હતું. તેના પગમાં પહેરાવેલી ચપ્પલ પણ ઊંધી હતી. બાઈકની ચાવી બંધ હાલતમાં હતી અને બાઈકની જમણી બાજુનું સ્ટેરિંગ મૃતકના શરીર પર પડેલું હતું. ઘટનાસ્થળે પહોંચેલી ડુંગરી પોલીસે પણ આ શંકાસ્પદ સ્થિતિ જોઈ હતી. તેમ છતાં પોલીસ દ્રારા આજ દિન યોગ્ય તપાસ થઈ ન હતી. મરણ જનાર અજય પટેલની શંકાસ્પદ હાલતમાં લાશ મળી હતી. અજય પટેલની લાશ મળ્યા બાદ પોલીસે યોગ્ય દિશામાં તે પાસ નહીં કરતા આજરોજ ગ્રામજનો અને મરણ જનારના પરિવાર સાથે વલસાડ જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર પાઠવીઍ ન્યાયની માંગણી કરી છે.
