Damanganga Times.

Damanganga Times.

August 06, 2026

સાપુતારામાં દારૂ કેસનો વોન્ટેડ આરોપી નાશિકથી ઝડપાયો

સાપુતારામાં દારૂ કેસનો વોન્ટેડ આરોપી નાશિકથી ઝડપાયો


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
સાપુતારા, તા. ૦૫ ઃ દક્ષિણ ગુજરાતમાં નાસતા-ફરતા ગુનેગારોને ઝડપી પાડવા માટે શરૂ કરાયેલાનો વોન્ટેડ ઇન સાઉથ ગુજરાત (ફં ર્ષ્ીઁદ્દફૂફુ જ્ઞ્ઁ લ્ં્યદ્દત્ર્ ઞ્્યસ્ર્ત્ર્ીર્શ્વીદ્દ) અભિયાન અંતર્ગત ડાંગ જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ (ન્ઘ્ગ્)ને મોટી સફળતા સાંપડી છે.સાપુતારા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રોહિબિશનના ગંભીર ગુનામાં છેલ્લા ઍક વર્ષથી પોલીસને ચકમો આપી નાસતો-ફરતો મુખ્ય આરોપી મહારાષ્ટ્રના નાસિક શહેર ખાતેથી પકડાઈ ગયો છે. ડાંગ-આહવા જિલ્લા પોલીસ અધિક્ષક પૂજા યાદવના સીધા માર્ગદર્શન હેઠળ ન્ઘ્ગ્ પી.ઍસ.આઈ. જે.જી. અનડકટ અને તેમની ટીમે ઍક ખાસ ઍક્શન પ્લાન ઘડી કાઢ્યો હતો. ઍલ.સી.બી. ટીમને હ્નામન સોસ અને ટેકનિકલ માધ્યમોથી ચોક્કસ બાતમી મળી હતી કે સાપુતારા પોલીસ મથકે પ્રોહિબિશન કેસમાં દારૂનો જથ્થો ભરાવી આપનાર વોન્ટેડ આરોપી શુભમ દીવાનજી પાટીલ હાલ મહારાષ્ટ્રના નાસિક ખાતે છુપાયેલો છે. બાતમીના આધારે ઍલ.સી.બી.ની ટીમ તાત્કાલિક નાસિક રવાના થઈ હતી, જ્યાં સ્થાનિક વિસ્તારમાં રેકી અને સઘન તપાસ બાદ આરોપી શુભમ દીવાનજી પાટીલ (ઉં.વ. ૨૫, રહે. પ્રસાદ નગર, ડીંડોરી રોડ, નાસિક, મહારાષ્ટ્ર)ને સફળતાપૂર્વક ઝડપી લેવામાં આવ્યો હતો. ઝડપાયેલા આરોપીને આગળની કાનૂની કાર્યવાહી માટે સાપુતારા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.ઉલ્લેખનિય છે કે, સાપુતારા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન ઍક્ટ તથા ભારતીય ન્યાય સંહિતા (ગ્ફલ્)ની વિવિધ કલમો હેઠળ કુલ ૦૪ આરોપીઓ સામે ગુનો નોંધાયો હતો. આ કેસમાં અગાઉ રેડ દરમિયાન બે આરોપીઓ અશોક લેલેન્ડ ગાડીમાં બોગસ/ખોટી નંબર પ્લેટ લગાડીને વિદેશી દારૂની હેરફેરી કરતા રંગેહાથ ઝડપાઈ ગયા હતાં. પોલીસે તે સમયે રૂ. ૪,૮૭,૭૦૫/-ની કિંમતની ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ ૧,૭૮૮ બોટલો તથા વાહન મળી કુલ રૂ. ૭,૯૬,૩૦૫/-નો મુદ્દામાલ જ કર્યો હતો. આ રેડ દરમિયાન ખુલાસો થયો હતો કે વિદેશી દારૂનો આ જથ્થો નાસિકના શુભમ પાટીલે ભરાવી આપ્યો હતો, જે ત્યારથી જ ફરાર હતો. ત્યારે હાલ પોલીસે  આરોપી શુભમ દીવાનજી પાટીલ (ઉં.વ. ૨૫, રહે. પ્રસાદ નગર, ડીંડોરી રોડ, નાસિક, મહારાષ્ટ્ર)ને સફળતાપૂર્વક ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.