આહવા–નવાપુર માર્ગ પર કાર પલટી સળગી ઊઠી, મુસાફરોનો બચાવ
- byDamanganga Times
- 06 August, 2026
સાપુતારા, તા.૦૫ ઃ ડાંગ જિલ્લાના આહવા–નવાપુર માર્ગ પર આજે વહેલી સવારે ઍક ગંભીર માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. કોટબા ગામ નજીક આવેલા પવન પુત્ર વે-બ્રિજ પાસે ઍક કારચાલકે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતાં કાર પલટી ખાઈ ગઈ હતી અને જોતજોતામાં કારમાં ભીષણ આગ ફાટી નીકળી હતી.આ સવારના સમયે બનેલી ઘટનામાં સદનસીબે મોટી જાનહાનિ ટળી હતી અને કારમાં સવાર તમામ મુસાફરોનો આબાદ બચાવ થયો હતો. મળતી વિગતો અનુસાર, પ્ણ્ ૨૩ ગ્ણ્ ૯૬૨૩ નંબર ધરાવતી કાર નવાપુર તરફ જઈ રહી હતી. તે દરમિયાન વહેલી સવારે ચાલકને અચાનક ઊંઘની ઝપકી આવી ગઈ હતી. વાહન પરનો કાબૂ છૂટી જતાં કાર માર્ગ પરથી નીચે ઉતરીને ધડાકાભેર પલટી ખાઈ ગઈ હતી. અકસ્માત સર્જાયાના ઘડીકના સમયમાં જ કારમાં અચાનક આગ લાગી ગઈ હતી. આગે ઍટલું રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું કે જોતજોતામાં આખી કાર આગની લપેટમાં આવીને સંપૂર્ણપણે ભસ્મીભૂત થઈ ગઈ હતી. કારના મોટા ભાગના ભાગો બળીને ખાખ થઈ ગયા હતાં. જોકે, અકસ્માત સર્જાતાં જ સમયસૂચકતા વાપરીને મુસાફરો બહાર નીકળી જવામાં સફળ રહ્ના હતા. આ ભયાનક બનાવમાં સદનસીબે કોઈ પ્રાણઘાતક હોનારત સર્જાઈ ન હતી, પરંતુ કેટલાક મુસાફરોને સામાન્યથી મધ્યમ પ્રકા૨ની ઈજાઓ પહોંચી હતી. ઘટનાની જાણ થતાં જ ૧૦૮ ઍમ્બ્યુલન્સની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી. ઇજાગ્રસ્તોને ઘટનાસ્થળે જ પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર અર્થે આહવા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતાં. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, અકસ્માતનું પ્રાથમિક કારણ કારચાલકને આવેલી ઊંઘની ઝપકી જ હોવાનું સામે આવી રહ્નાં છે.ઘટના અંગે સ્થાનિક પોલીસે જરૂરી નોંધ કરી અકસ્માતના આ બનાવ સંદર્ભે વધુ કાનૂની તપાસ હાથ ધરી છે.
