કરાયામાં પ્રાકૃતિક ખેતી તાલીમ યોજાઈ
- byDamanganga Times
- 06 August, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૦૫ ઃ વલસાડ જિલ્લાના નાનાપોંઢા તાલુકાના કરાયા ગામમાં આત્મા પ્રોજેક્ટ દ્વારા પ્રાકૃતિક ખેતીની તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન ઞ્ભ્ધ્સ્ગ્ (ગુજરાત પ્રાકૃતિક વિકાસ બોર્ડ)ના માસ્ટર ટ્રેનર -વ- રિસોર્સ પર્સન ધર્મેશભાઈ પટેલ, ગ્વ્પ્ (બ્લોક ટેકનોલોજી મેનેજર) અંકુરભાઈ પ્રજાપતિ, ખ્વ્પ્ આસિસ્ટન્ટ ટેકનોલોજી મેનેજર જયશ્રી ટંડેલ દ્વારા માહિતી આપવામાં આવી હતી.
આ તાલીમ કાર્યક્રમમાં તજજ્ઞોઍ જણાવ્યું કે, પ્રાકૃતિક કૃષિથી જળ, જમીન અને પર્યાવરણની રક્ષા થાય છે. જમીનની ફળદ્રુપતા વધે છે. દેશી ગાયનું જતન સંવર્ધન થાય છે. કૃષિ ખર્ચ ઘટતા અને પ્રાકૃતિક કૃષિના ઉત્પાદનોના ભાવ પ્રમાણમાં વધારે મળતા ખેડૂતોની આર્થિક સ્થિતિ પણ મજબૂત થાય છે. ખાસ કરીને ગ્રામીણ અર્થતંત્રને તેનાથી વધુ પ્રોત્સાહન મળે છે, જેના થકી ગરીબી અને બેરોજગારી જેવી પાયાની સમસ્યાઓનું પણ નિવારણ થાય છે. ઍક દેશી ગાયના છાણ અને ગૌમુત્રથી ૩૦ ઍકર જમીનમાં પ્રાકૃતિક કૃષિ કરી શકાય છે જેમાં ઉપયોગી દેશી ગાયના ગોબર અને ગૌમૂત્ર સાથે બેસન, ગોળ અને માટીના મિશ્રણથી બનતા જીવામૃત અને ઘન જીવામૃત પ્રમાણમાં ઓછા ખર્ચાળ હોય છે. તેની વિરુદ્ધ રાસાયણિક ખાતરો અને ઝેરી જંતુનાશકોને કારણે ખેતરમાં લાભકારી જીવોનો ક્ષય થાય છે, જ્યારે જીવામૃત, ઘનજીવામૃત અને આચ્છાદનથી અળસિયા જેવા લાભકારી જીવોની વૃદ્ધિ થાય છે જે કૃષિ પાકને પોષણ આપે છે.
આ ઉપરાંત વાતાવરણમાંથી નાઇટ્રોજનને જમીનમાં સ્થાપિત કરે છે. આમ, પ્રાકૃતિક કૃષિનો સ્વીકાર ઍ ટકાઉ વિકાસ માટે પણ ખૂબ અનિવાર્ય બની જાય છે તેથી તેના પ્રચાર અને પ્રસાર માટે લોકોમાં તેના ફાયદાઓ અંગે જાગૃતતા ફેલાવવા અને ખેડૂતોને પ્રાકૃતિક કૃષિના વિકલ્પોને અપનાવવા જરૂરી માહિતી આપી હતી. આ ઉપરાંત ખેડૂતોને કિસાન સારથી ઍપ ડાઉનલોડ કરાવી ઍની ઉપયોગિતા વિશે માર્ગદર્શન આપ્યું હતું.
