ભદેલીજગાલાલામાં વલસાડ રંગ અવધૂત પરિવાર દ્વારા ઘરવખરીની કીટ આપાઈ
- byDamanganga Times
- 06 August, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૦૫ ઃ તાજેતરમાં આવેલ મહાવિનાશકારી રેલના કારણે ભારે તારાજી સર્જાઈ છે, ત્યારે માનવ સેવા ઍ જ પ્રભુ સેવાના મંત્રને સાર્થક કરતા વલસાડ રંગ અવધૂત પરિવાર દ્વારા પ્રશંસનીય રાહત કાર્ય કરવામાં આવ્યું છે. રેલના પૂરમાં હોનારતનો ભોગ બનેલા વલસાડના ભદેલી જગાલાલા ગામના અસરગ્રસ્ત રહીશોને વલસાડ રંગ પરિવાર દ્વારા ગાદલા, તકીયા, ચાદર અને ચારસા જેવી જરૂરિયાતની વસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.
પૂજ્ય શ્રી રંગ અવધૂત બાપજીના સેવા મિશનને આગળ ધપાવતા આ પરિવારે કપરી પરિસ્થિતિમાં મુકાયેલા પૂરપીડિતોને સીધી મદદ પહોંચાડીને તેમની મુશ્કેલીમાં ભાગીદાર બનવાનો નમ્ર પ્રયાસ કર્યો છે.
લસાડ રંગ અવધૂત પરિવાર માત્ર આ આપત્તિ પૂરતો સીમિત નથી, પરંતુ વર્ષોથી માનવ સેવામાં કાર્યરત છે. વસ્ત્રદાન દર વર્ષે ધરમપુરના અત્યંત અંતરિયાળ અને ઊંડાણપૂર્વકના ગ્રામ્ય વિસ્તારોમાં જરૂરિયાતમંદોને કપડાંનું વિતરણ કરવામાં આવે છે. ભૂતકાળમાં ધરમપુરના અંતરિયાળ વિસ્તારોમાં ફ્રી મેડિકલ કેમ્પ યોજીને લોકોને આરોગ્યલક્ષી સેવાઓ પણ પૂરી પાડવામાં આવી છે.
મુશ્કેલીના સમયમાં તાત્કાલિક ધોરણે જરૂરી મદદ પહોંચાડવા બદલ ભદેલી જગાલાલાના રેલ પ્રભાવિત લોકોઍ વલસાડ રંગ પરિવારની આ ઉમદા કામગીરીને હૃદયપૂર્વક બિરદાવી હતી અને તેમનો આભાર વ્યક્ત કર્યો હતો.
