Damanganga Times.

Damanganga Times.

August 06, 2026

નારગોલમાં પુર અસરગ્રસ્ત પરિવારોને રાહત સામગ્રીનું વિતરણ કરાયું

નારગોલમાં પુર અસરગ્રસ્ત પરિવારોને રાહત સામગ્રીનું વિતરણ કરાયું


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૦૫ ઃ વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના નારગોલ ગામના સાપરિયા ફળિયા અને મીતના વાળ વિસ્તારમાં પૂરથી અસરગ્રસ્ત પરિવારોને પ્રદેશ ભાજપ મહિલા મોરચાના ઉપપ્રમુખ ગીતાબેન પટેલની આગેવાનીમાં જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. ગત ૨૩મીના રોજ સમગ્ર દક્ષિણ ગુજરાત તેમજ વલસાડ જિલ્લામાં ભારે વરસાદને લઈ તેમજ ઉમરગામ તાલુકામાં માત્ર ઍક જ દિવસમાં ૪૦ ઇંચથી વધુ વરસાદ વરસતા સમગ્ર વિસ્તાર જળબંબાકાર બન્યો હતો અને અનેક ગામોમાં રહેતા પરિવારના ઘરમાં પાણી ભરાયા ના બનાવ બન્યા હતાં. જેને લઇ આ અસરગ્રસ્ત પરિવારને મદદ માટે પ્રદેશ ભાજપ મહિલા મોરચાના ઉપપ્રમુખ ગીતાબેન પટેલની આગેવાનીમાં વલસાડ જિલ્લા તેમજ ઉમરગામ તાલુકા ભાજપ મહિલા મોરચાના હોદ્દેદારો દ્વારા રાહત સામગ્રી વિતરણ કરવામાં આવી હતી જેમા વલસાડ જિલ્લા ભાજપ મહિલા મોરચાના મહામંત્રી મનિષાબેન પ્રીતમનાની, ઉમરગામ તાલુકા મહિલા મોરચાના ઉપપ્રમુખ કલ્પનાબેન મિસ્ત્રી, દક્ષેશ પટેલ, ઓમ બોરામાને, અમિત પટેલ, મયંક પંચાલ તથા રહીનીશ તિવારી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્ના હતાં.
આ પ્રસંગે બંને ફળિયાના પૂરગ્રસ્ત પરિવારોને કપડાં, ફ્રૂટ પેકેટ તેમજ તાજા ફળોનું વિતરણ કરી રાહત પહોંચાડવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન અસરગ્રસ્ત પરિવારોને જરૂરી સહાય પહોંચાડવા માટે સૌઍ સંકલ્પ વ્યક્ત કર્યો હતો.