Damanganga Times.

Damanganga Times.

August 06, 2026

વલસાડ જિલ્લામાં કલા મહાકુંભ માટે રજીસ્ટ્રેશનની તારીખ લંબાવાઈ

વલસાડ જિલ્લામાં કલા મહાકુંભ માટે રજીસ્ટ્રેશનની તારીખ લંબાવાઈ


(દમણગંગા ટાઈમ્સ)
વલસાડ, તા. ૦૫ ઃ ગુજરાત સરકારશ્રીના રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર દ્વારા પ્રેરિત કમિશ્નર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ ગાંધીનગરના દ્વારા આયોજિત તથા વલસાડ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી દ્વારા પ્રેરિત તેમજ જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી વલસાડ દ્વારા સંચાલિત કલા મહાકુંભ - ૨૦૨૬-૨૭ યોજાનાર છે. જેમાં ૬થી ૬૦ વર્ષ ઉપર સુધીના તમામ વયજુથના કલાકારો ભાગ લઈ શકશે. વયજુથમાં (૪) વિભાગ રહેશે. જેમાં (૧) ૬થી ૧૪ વર્ષ, (૨)૧૫થી ૨૦ વર્ષ, (૩) ૨૧ થી ૫૯ વર્ષ અને (૪) ૬૦ વર્ષથી ઉપરના વયજૂથ છે. આ કલા મહાકુંભમાં તાલુકા કક્ષા/ ઝોન કક્ષા, જિલ્લા કક્ષા/મહાનગરપાલિકા કક્ષા, પ્રદેશ ક્ક્ષા, રાજ્ય કક્ષા, સ્પર્ધાના સ્તર રહેશે. ઈચ્છુક ઉમેદવારોઍ નિયત નમૂનાનું ફોર્મ, આધાર કાર્ડની નકલ તથા બેંક પાસબુકની નકલ સાથે રાખી તા.૩૦-૦૮-૨૦૨૬ સુધી કચેરીના કામકાજના દિવસો દરમિયાન તથા કચેરી સમય દરમિયાન જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, ૧૦૬ જૂની ટેલીફોન ઍક્સચેન્જ ઓફીસ, પહેલો માળ, પોસ્ટ ઓફિસની પાછળ, હાલર રોડ, વલસાડ-૩૯૬૦૦૧ ખાતે જમા કરાવવાના રહેશે. તથા ૩૦-૦૮-૨૦૨૫ પછી આવનાર ફોર્મ તથા અધુરી વિગતવાળા ફોર્મ સ્વીકારવામાં આવશે નહિ ઍવુ જિલ્લા યુવા વિકાસ અધિકારી ઍમ.ઍમ.જોશીઍ અખબારી યાદીમાં જણાવ્યું છે.