Damanganga Times.

Damanganga Times.

August 06, 2026

કાજણરણછોડમાં રાહત સામગ્રી પહોîચાડી

કાજણરણછોડમાં રાહત સામગ્રી પહોîચાડી


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ચીવલ, તા. ૦૫ ઃ તાજેતરમાં પડેલા ભારે વરસાદ અને વિનાશક પૂરના કારણે વલસાડ જિલ્લાના અનેક ગામોમાં ભારે તારાજી સર્જાઈ હતી. ખાસ કરીને ઝૂંપડાંમાં રહેતા ગરીબ અને આદિવાસી પરિવારોને સૌથી વધુ નુકસાન વેઠવું પડ્યું હતું. તેમના ઘરોમાં પાણી ઘૂસી જતાં ઘરવખરી, અનાજ, કપડાં અને દૈનિક ઉપયોગની ચીજવસ્તુઓ પાણીમાં તણાઈ જતાં અનેક પરિવારો નિરાધાર બન્યા હતા. આવી વિકટ પરિસ્થિતિમાં રાજ રેસીડેન્સી-૨ના રહીશોઍ માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. પ્રેસિડેન્ટ મનીષભાઈ મેહતા અને સેક્રેટરી પ્રદીપભાઈ પંચાલના માર્ગદર્શન હેઠળ વિશેષ રાહત ટીમની રચના કરવામાં આવી હતી. દિવ્યકાંત (દીપક) દેસાઈ, રંજનબેન પંચાલ, પિન્કીબેન શર્મા સહિતની ટીમ અને સોસાયટીના રહીશોના સહયોગથી અનાજની કિટ, સાદડી, કપડાં તેમજ હાઈજિન કિટ તૈયાર કરવામાં આવી હતી. હાઈજિન કિટમાં ટૂથપેસ્ટ, ટૂથબ્રશ, નાહવાનો સાબુ, કપડાં ધોવાનો સાબુ, કોપરેલ, શેમ્પૂ અને મહિલાઓ માટે સેનેટરી પેડ જેવી આવશ્યક ચીજવસ્તુઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. ટીમ વલસાડ જિલ્લાના અંતરિયાળ કાજણરણછોડ ગામે પહોંચી હતી, જ્યાં જરૂરિયાતમંદ પરિવારોને રાહત સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું. ગ્રામજનોઍ જણાવ્યું હતું કે પૂરના સમયે ગામમાં ઍટલું પાણી ભરાઈ ગયું હતું કે વીજળીના થાંભલા પણ પાણીમાં ડૂબી ગયા હતા. ગામના સરપંચે જણાવ્યું હતું કે આટલા દૂરના વિસ્તારમાં રાહત સામગ્રી લઈને પહોંચનારી રાજ રેસીડેન્સી-૨ની ટીમ બીજી સંસ્થા હતી, જે ગ્રામજનો માટે આશીર્વાદ સમાન સાબિત થઈ. રાહત સામગ્રી મળતાં ગ્રામજનોના ચહેરા પર ખુશી જોવા મળી હતી. તેમણે તમામ દાતાઓ અને કાર્યકરોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. કુદરતી આપત્તિના સમયમાં સમાજના સહયોગથી કરવામાં આવેલી આ સેવા માત્ર રાહત પૂરતી મર્યાદિત ન રહી, પરંતુ માનવતા, સામાજિક જવાબદારી અને પરસ્પર સહકારનું જીવંત ઉદાહરણ બની રહી હતી.