કપરાડામાં ખાડાઓનું સામ્રાજય : વાહન ચાલકો માટે માથાનો દુઃખાવો બન્યા
- byDamanganga Times
- 06 August, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
કપરાડા, તા. ૦૫ ઃ કપરાડા તાલુકાના મથકમાંથી પસાર થતો નાશિક હાઈવે નં.૮૪૮ ચોમાસામાં વરસાદના કારણે ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળ્યું છે. ઍટલા બધા મસ મોટા ખાડાઓ પડ્યા છે કે, વાહન ચાલકોને વાહન કેવી રીતે ચલાવવું તે પણ સમજાતું નથી. કપરાડા - નાશિક હાઈવે પરથી ૨૪ કલાક મસમોટા વાહનોની અવર અવર જવર થઈ હોય છે. આ ઉપરાંત તાલુકા મથકે પ્રતિદિન અસંખ્ય લોકો કચેરીઓના કામ માટે આવે છે. આ ઊપરાંત સામુહિક આરોગ્ય કેન્દ્રમાં મોટી સંખ્યામાં દર્દીઓ આવતા હોય છે. સાથે આ તાલુકા મથકમાં બે હાઈસ્કુલ, પ્રાથમિક શાળા, આશ્રમશાળા ઉપરાંત, બેંકો આવેલી હોય છે. વિધાર્થીઓ ઉપરાંતના તાલુકા મથકે વિવિધ કામો માટે આવતા લોકો માટે રસ્તાઓ પરથી પસાર થવું માથાનો દુઃખાવો થઈ રહ્ના છે. હાલે આ રસ્તા પર ખાડાઓની કમી નથી. ખાડાઓની ભરમાર વચ્ચે અવરજવર કરતા લોકો નાનામોટા અકસ્માતોનો ભોગ બની રહ્ના હોવાનું જાણવા મળે છે.રસ્તાઓ પર ડામર નામશેષ થઈ ગયો છે. જે હાઇવે ઓથોરિટીની બેદરકારીની પોલ ખોલી નાખી છે. કપરાડા તાલુકા મથક થી દિનબારી નિવાસી શાળા સુધી ના અંદાજે બે કી.મી. રસ્તા ઍટલા હદે બિસ્માર થયો છે કે વાહન ચાલકો, રસ્તાઓ પર થી ચાલવું જોખમી બન્યું છે.
ઉલ્લેખનીય છે. કપરાડા તાલુકામાં વર્ષોથી રસ્તાઓ માટે સરકાર દ્વારા કરોડો રૂપિયાના રસ્તાઓનું નવીનીકરણ થાય છે. પરંતુ રસ્તાઓમાં કોન્ટ્રાક્ટરો દ્વારા આચરતો ભષ્ટાચાર કારણે રસ્તાઓ માત્રને માત્ર ઍક ચોમાસામાં બિસ્માર થઈ જાય છે. જે અંગે તંત્ર પણ વધુ વરસાદનું કારણ બતાવી બચાવવૃતિ હંમેશા માટે જોવા મળી હોવાનું જાણવા મળે છે. જે ને લઈ કપરાડા તાલુકા ના સ્થાનિક જાગૃત નાગરિકો દ્વારા હાઇવે ઓથોરિટી દ્વારા તાત્કાલિક ખાડાઓની મરામત કરવા આવે તેવી માંગ કરી છે. ત્યારે તંત્ર સક્રિયતા દાખવશે કે પછી હંમેશાની જેમ જ નિષ્ક્રિય રહશે જે જોવા જ રહ્નાં. પરંતુ આગામી દિવસોમાં રસ્તાઓના ખાડાઓ મરામત ન થાય તો જાગૃત નાગરિકો હાઈવે ઓથોરિટી સામે વિરોધ પ્રદશન કરે તેવી શક્યતા જોવા મળી રહી છે.
