આજે પણ જિલ્લામાં વકીલો કોર્ટ કાર્યવાહીથી અળગા રહેશે
- byDamanganga Times
- 06 August, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, પારડી, વલસાડ, તા. ૦૫ ઃ ગુજરાત હાઈકોર્ટના નવા પરિપત્ર સામે વલસાડ, પારડી, વાપી, ઉમરગામ જેવા સ્થળોઍ બાર ઍસોસિઍશનોઍ વિરોધ પ્રદર્શન કર્યું હતું અને વકીલોઍ ઍક દિવસ કોર્ટના કામકાજથી અળગા રહી નોંધાવ્યો રોષ ઠાલવી જો ગુજરાત હાઈકોર્ટ આ પરિપત્ર પરત નહીં ખેંચે તો આગામી દિવસોમાં ગાંધી ચિંધ્યા માર્ગે વધુ ઉગ્ર વિરોધ કાર્યક્રમો હાથ ધરવામાં આવશે અને જરૂર પડે તો અનિડ્ઢિત મુદત સુધી કોર્ટના કામકાજથી અળગા રહેવાનો નિર્ણય પણ લેવામાં આવશે ઍવી ચીમકી ઉચ્ચારી હતી. ગુજરાત હાઈકોર્ટ દ્વારા કોર્ટમાં રજૂ થતાં દસ્તાવેજોના ફૉન્ટ, પેપર સાઈઝ સહિતની નવી માર્ગદર્શિકા અમલમાં મૂકતા સમગ્ર રાજ્યના વકીલોમાં અસંતોષ જોવા મળી રહ્ના છે. આ મુદ્દે પારડી બાર ઍસોસિઍશનની વિશેષ બેઠક મળી હતી, જેમાં સર્વાનુમતે ઠરાવો પસાર કરી હાઈકોર્ટના પરિપત્રનો સખત વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. હવે આજે પણ સમગ્ર રાજયમાં ઍડવોકેટો ગુજરાત હાઈકોર્ટના નવા પરિપત્રના વિરોધમાં પોતાનું પ્રદર્શન જારી રાખી કોર્ટના કામકાજની અળગા રહેશેનું જાણાવ મળી રહ્નાં છે.
વલસાડથી પ્રા માહિતી પ્રમાણે વલસાડમાં પણ વલસાડ વકીલ મંડળના પ્રમુખ અમિતકુમાર ગુાની આગેવાનીમાં ૩ જેટલા વલસાડ વકીલ મંડળો દ્વારા ગુજરાત હાઈકોર્ટના નવા પરિપત્ર સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું.
વકીલ મંડળની રજૂઆત છે કે વલસાડ જેવા જિલ્લાની ટ્રાયલ કોર્ટમાં ઘણીવાર ઍવી પરિસ્થિતિ ઊભી થાય છે જ્યાં તાત્કાલિક હાજરી માફીની અરજી કે સ્ટે અરજી હાથે લખીને આપવી પડે છે. જો આ બધી જ અરજીઓ ફરજિયાત ટાઈપ કરાવવા જઈઍ તો કોર્ટનો બહુમૂલ્ય સમય બગડે છે, વકીલોને હાલાકી પડે છે અને અસીલોને આર્થિક ભારણ પણ સહન કરવું પડે છે.
વાપીમાં પણ બાર ઍસોસિઍશન દ્વારા ઠરાવ પસાર કરી વાપી સિવિલ કોર્ટ પરિસરમાં પ્રેક્ટિસ કરતા વકીલોઍ કોર્ટના કામકાજથી અળગા રહી વિરોધ નોંધાવ્યો હતો. વાપી બાર ઍસોસિઍશનના પ્રમુખ સતીશભાઈ પટેલ, ઉપપ્રમુખ સચિનભાઈ કક્કડ, સેક્રેટરી અલ્પેશ પટેલ, જોઈન્ટ સેક્રેટરી મેહુલભાઈ દવે સહિત સભ્યોની બેઠક મળી હતી. બેઠકમાં સર્વાનુમતે ઠરાવ પસાર કરી ગુજરાત હાઇકોર્ટના નોટિફિકેશનનો સખત વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો. અને ઠરાવ કરી જણાવાયું હતું કે આ નિયમો સમગ્ર ગુજરાતના વકીલો તેમજ અસીલોના હિતમાં નથી પારડીમાં ેયોજાયેલા આ પ્રદર્શનમાં વકીલ મંડળના પ્રમુખ ભરતભાઈ પટેલ, સેક્રેટરી હિતેશભાઈ પટેલ સાથે પારડીના વકીલ ભાઈ-બહેનો મોટી સંખ્યામાં હાજર રહ્ના હતા અને પસાર કરાયેલા ઠરાવોની નકલો પારડીના ત્રણેય ન્યાયાધીશો તેમજ વલસાડ જિલ્લાના જિલ્લા અને સેશન્સ જજને મોકલવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. પારડી બાર ઍસોસિઍશને બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના હોદ્દેદારોને પણ વકીલોની લાગણીને ગુજરાત હાઈકોર્ટ સમક્ષ યોગ્ય રજૂઆત કરી વહેલી તકે વ્યવહારુ ઉકેલ લાવવાની અપીલ કરી છે.
