Damanganga Times.

Damanganga Times.

August 06, 2026

વલસાડ જિલ્લા ભાજપની બેઠક યોજાઈ

વલસાડ જિલ્લા ભાજપની  બેઠક યોજાઈ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૦૫ ઃ ગુજરાત પ્રદેશ ભાજપ  અધ્યક્ષ  જગદીશભાઈ વિશ્વકર્મા, પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકર તથા પ્રદેશ મહામંત્રી અને દક્ષિણ ઝોનના પ્રભારી પ્રશાંતભાઈ કોરાટની સૂચના અને માર્ગદર્શન હેઠળ આજરોજ વલસાડ જિલ્લા ભાજપ મુખ્ય કાર્યાલયમાં ઍક અગત્યની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠક વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ હેમંતભાઈ કંસારાના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી, જેમાં પ્રદેશ મંત્રી  સોનલબેન સોલંકી (જૈન) તેમજ જિલ્લાના પ્રભારી વિનયભાઈ શુક્લા ખાસ વિશેષ ઉપસ્થિતિમાં રહ્ના હતા, આગામી રાષ્ટ્રીય પર્વ નિમિત્તે યોજાનાર ‘હર ઘર તિરંગા’ અને  ‘તિરંગા યાત્રા’ કાર્યક્રમોને સમગ્ર જિલ્લામાં ભવ્ય અને સફળ બનાવવા માટે આ બેઠકમાં વિગતવાર ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી
આગામી તારીખ ૧૧, ૧૨ અને ૧૩ ઓગસ્ટ દરમિયાન જિલ્લાના દરેક મંડળોમાં ‘હર ઘર તિરંગા’ અને ‘તિરંગા યાત્રા’નું ભવ્ય આયોજન કરવા માટે જિલ્લા પ્રભારી  વિનયભાઈ શુક્લા, જિલ્લા પ્રમુખ હેમંતભાઈ કંસારા અને પ્રદેશ મંત્રી શ્રીમતી સોનલબેન સોલંકી (જૈન) ઍ હાજર હોદ્દેદારો અને કાર્યકર્તાઓને જરૂરી સૂચનો તથા માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.૧૪મી ઓગસ્ટના રોજ ‘વિભાજન વિભીષિકા દિવસ’ અંતર્ગત યોજાનાર વિવિધ કાર્યક્રમો અને તેની ગંભીરતા તથા મહત્વ વિશે પણ બેઠકમાં ઉપસ્થિત નેતૃત્વ દ્વારા વિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.