નાનાપોîઢામાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીની તૈયારી
- byDamanganga Times
- 06 August, 2026
(દમણગંગા ટાઇમ્સ પ્રતિનિધિ)
ચીવલ, તા.૦૫ આગામી ૯મી ઓગસ્ટ ૨૦૨૬ના વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય અને ગૌરવપૂર્ણ ઉજવણીને સફળ બનાવવા માટે સમસ્ત આદિવાસી સમાજ દ્વારા આયોજન બેઠક કપરાડા ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. બેઠકમાં ઉજવણીના આયોજન, માર્ગદર્શન તેમજ વિવિધ જવાબદારીઓના વિભાજન અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
આ પ્રસંગે ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીઍ જણાવ્યું હતું કે નાનાપોઢામાં બિરસા મુંડાની પ્રતિમાની પૂજા અર્ચના સાથે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવે છે. ઉમરગામથી અંબાજી સુધી ઍક કરોડથી વધુ આદિવાસી વસતિ ધરાવતા આ વિસ્તાર માટે વિશ્વ આદિવાસી દિવસ ઍકતા અને ગૌરવનું પ્રતીક છે. દિનેશભાઈ ખાંડવીઍ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીના ઇતિહાસ, મહત્વ તથા કાર્યક્રમોની રૂપરેખા અંગે માહિતી આપી હતી.
આ આયોજન બેઠકમાં નાનાપોઢા અને કપરાડા તાલુકાના અનેક રાજકીય અને સામાજીક આદિવાસી આગેવાનો ઉપસ્થિત રહ્ના હતાં અને કિંમતી સૂચનો અને સહભાગિતાથી વિશ્વ આદિવાસી દિવસ-૨૦૨૬ની ભવ્ય અને સફળ ઉજવણી માટે સંકલ્પ વ્યક્ત કર્યો હતો.
