Damanganga Times.

Damanganga Times.

August 06, 2026

ચીંચવાડા પંચાયત બિલ્ડરના શરણે!

ચીંચવાડા પંચાયત બિલ્ડરના શરણે!


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૦૫ ઃ  વલસાડ તાલુકાના પારનેરા પારડી-ચીંચવાડા જૂથ ગ્રામ પંચાયત વિસ્તારમાં આવેલ ગૌચરણની જમીન માંથી દોઢ મહિના અગાઉ જેસીબી અને ડમ્પર જેવા ભારે વાહનો વડે માટીનું ખોદકામ કરી રસ્તો બનાવવાની કામગીરી કરવામાં આવી હતી. જોકે પોલીસ ફરિયાદ કે  વાહનો કરવાને બદલે માત્ર પંચાયત વીજ થાંભલા પર નોટિસ ચોંટાડી સંતોષ માન્યો હતો વલસાડ તાલુકાના પારનેરા પારડી-ચીંચવાડા જૂથ ગ્રામ પંચાયત વિસ્તારમાં આવેલ  ગૌચરણની જમીન પર બિલ્ડર શાહમૃગ નીતિ અપનાવી ગેરકાયદેસર કબ્જો જમાવી રહ્ના હોવાનો સનસનાટીભર્યો મામલો પ્રકાશમાં આવ્યો છે. પારનેરા પારડી  ચીંચવાડા ગામના સર્વે નંબર ૩૧૦ અને ૩૧૧ વાળી ગૌચરણ હેડ હેઠળ ચાલતી કુલ ક્ષેત્રફળ ૦૧-૬૯-૦૭ જમીનમાંથી ઍક ખાનગી બિલ્ડરને આર્થિક ફાયદો કરાવવા માટે ૪૦ ફૂટ જેટલો વિશાળ રસ્તો ગેરકાયદેસર રીતે ખોદકામ કરીને પહોળો કરી દેવામાં આવ્યો છે. આ ગૌચરણની જમીનમાંથી આશરે દોઢ મહિના અગાઉ જેસીબી અને ડમ્પર જેવા ભારે વાહનો વડે માટીનું ખોદકામ કરી રસ્તો બનાવવાની કામગીરી કરવામાં આવી હતી. ગ્રામજનો દ્વારા આ અંગે સરપંચને મૌખિક રજૂઆત કરાતા સ્થળ તપાસ દરમિયાન આ ગેરકાયદે કામગીરી સામે આવી હતી. પંચાયત દ્વારા તારીખ ૦૪/૦૭/૨૦૨૬ અને ૧૫/૦૭/૨૦૨૬ ના રોજ નોટિસ આપી ખુલાસો મંગાયો હતો, પરંતુ કોઈ આધાર-પુરાવા રજૂ ન કરાતા અંતે તા. ૨૦/૦૭/૨૦૨૬ ના રોજ અંતિમ જાહેર નોટિસ આપવામાં આવી હતી.  પંચાયત દ્વારા ત્રણ-ત્રણ વાર નોટિસ આપવા છતાં અને ગૌચરણમાં ખુલ્લેઆમ જેસીબી-ડમ્પર ફેરવી જમીન છીનવવાનો પ્રયાસ થયો હોવા છતાં, પંચાયતે કામગીરી કરનાર ઈસમ, તેના જેસીબી કે ડમ્પરના માલિક સામે કોઈ જ પોલીસ ફરિયાદ નોંધાવી નથી. તેના બદલે માત્ર સુમસાન જગ્યાઍ આવેલા વીજ થાંભલા પર નોટિસ ચોંટાડીને પંચાયત પોતાની જવાબદારીમાંથી છટકવાનો પ્રયાસ કરતી હોય તેમ જણાઈ રહ્નાં છે. ગૌચરણની જમીનની આખરી માલિકી વલસાડ જિલ્લા કલેક્ટર હસ્તક આવતી હોય છે. આ ત્રીજી અને અંતિમ નોટિસની મુદત પૂર્ણ થતાં તલાટી દ્વારા વલસાડ તાલુકા વિકાસ અધિકારી ને અહેવાલ સોંપવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે હવે પ્રશ્ન ઍ ઉપસ્થિત થાય છે કે વલસાડ જિલ્લા કલેક્ટર અને તંત્ર ગૌચરણની જમીન પર અતિક્રમણ કરનાર બિલ્ડર સામે કડક કાયદાકીય કાર્યવાહી કરીને દાખલો બેસાડશે, કે પછી ગ્રામ્ય વિસ્તારોમાં બિલ્ડરો પોતાની મરજી મુજબ ગૌચરણ, વન વિભાગ અને સરકારી ખરાબાની જમીનો પચાવી પાડતા રહેશે. હાલ માં સમગ્ર વલસાડ પંથકમાં ચર્ચાનો વિષય બન્યો છે.