પારડી હાઈવે પર ચાલતી સ્કોર્પિયોમાં આગ
- byDamanganga Times
- 06 August, 2026
અમદાવાદ-મુંબઈ નેશનલ હાઇવે પર પારડીની પારનદી નજીક ઍક ચાલુ સ્કોર્પિયો કારમાં અચાનક આગ ફાટી નીકળી હતી. આગ લાગતા જ કાર ચાલકે સમયસૂચકતા વાપરી કાર ઉભી રાખી દીધી હતી અને બહાર નીકળી ગયો હતો, જેના કારણે તેનો આબાદ બચાવ થયો હતો. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી. હાઇવે પર કાર સળગવાની ઘટનાને પગલે થોડો સમય ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા. ઘટનાની જાણ થતા જ વલસાડ નગર પાલિકાની ફાયર ફાઈટરની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને આગ પર કાબુ મેળવ્યો હતો.
