વાપી ઍમજી રોડ પર સફાઈને લઈ ભારે બૂમરાણ
- byDamanganga Times
- 06 August, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૦૫ ઃ વાપી શહેરના રેલ્વે સ્ટેશનને સીધા જોડતા ઍમજી રોડ પર ગંદકીને લઈને સ્થાનિક વેપારીઓ અને નાગરિકોમાં ભારે રોષ જોવા મળી રહ્ના છે. ચોમાસાની શરૂઆત સાથે જ રોડની બંને તરફ ઠેર-ઠેર કચરાના ઢગલાં જોવા મળી રહ્ના છે. વરસાદના પાણી સાથે ભળેલો કચરો ગટરમાં જતો હોવાથી ગંદકી સાથે દુર્ગંધ પણ ફેલાઈ રહી છે. વેપારીઓનું કહેવું છે કે દરરોજ હજારો લોકોની અવર-જવરવાળા આ મુખ્ય બજારમાં સફાઈ કર્મચારીઓ નિયમિત આવતા નથી. પરિણામે રોડ પર પડેલો કચરો દિવસો સુધી પડ્યો રહે છે. મહિને લાખો રૂપિયા સફાઈ કોન્ટ્રાક્ટ પાછળ ખર્ચ કરવા છતાં ગ્રાઉન્ડ લેવલે કોઈ ધ્યાન આપવામાં આવતું નથી.
ચોમાસામાં ગંદકીના કારણે મચ્છર અને રોગચાળો ફાટી નીકળવાની પણ બીક સતાવી રહી છે. નાગરિકોઍ તંત્રને વહેલી તકે ઍમજી રોડ પર નિયમિત સફાઈ, કચરા ઉપાડવાની માંગ કરી છે. આ માર્ગ પર વર્ષોથી લોકો રેલવેની દીવાલ પર લઘુ શંકા કરતા હોય સ્થાનિકો ક્ષોભજનક સ્થિતિમાં મુકાય છે. લોકો નાક દબાવી પસાર થવું પડે છે. આ સમસ્યાનો પણ હજુ સુધી કોઈ ઉકેલ આવ્યો નથી.
