Damanganga Times.

Damanganga Times.

August 06, 2026

છીરી જ્ઞાનગંગા સ્કુલ દ્વારા પૂરપિડિતોને અનાજ કીટ વિતરણ કરાઈ

છીરી જ્ઞાનગંગા સ્કુલ દ્વારા પૂરપિડિતોને અનાજ કીટ વિતરણ કરાઈ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૦૫ ઃ વાપી તાલુકાના છરવાડા, રાત, અંબાચ ગામના પૂરરગ્રસ્ત લોકોના વ્હારે જ્ઞાન ગંગા ઇંગલિશ મિડિયમ હાઈસ્કૂલ દ્વારા જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ સાથેની કિટ વિતરણ કરવામાં આવી હતી.
અતિભારે વરસાદને કારણે સમગ્ર વલસાડ જિલ્લો પુરની ચપેટમાં આવી ગયો છે. કાચા પાકા મકાનમાં રહેતા લોકોથી માંડીને મોટા પાકા ઘરોમાં રહેતા લોકો ભયંકર આપદા મા મુકાઈ ગયા છે. ઘરની અંદરથી કપડાં, માલસામાન,રાશન વગેરે તમામ ચીજવસ્તુઓ પાણી સાથે વહી ગઈ છે. વાપી છીરી જ્ઞાન ગંગા ઇંગલિશ મિડીયમ હાઈસ્કૂલના વિદ્યાર્થીઓને અને શાળા પરિવારમાં શિક્ષકોને કંઇક ઍવું થયું કે આપણા આજુબાજુના ગામો અને પરિવારોને પુરના પાણીમાં બધુ જ વહી ગયુ છે ઍટલે આપણે સાથે મળીને કંઈક મદદરૂપ થઇ શકીઍ ઍવા વિચારોની પ્રેરણાથી શાળાના ચેરમેન સંદીપ આર. પટેલ સાથે વાત કરીને અનાજની કિટ વિતરણ કરવાનું વિચારીને પોતાના તરફથી જે યથાશક્તિ થોડું થોડું સામાન ભેગુ કરીને સરસ મજાની થોડા દિવસ પોતાનું ગુજરાન ચલાવી શકે તેવી અનાજની કિટ તૈયાર કરવામાં આવી હતી. જે કિટ શાળાના ટ્રસ્ટી, આચાર્ય તથા તેમના સ્ટાફ દ્વારા રાતા, પાંડોર, અંબાચ, ખેરલાવ, સલવાવ, છરવાડા, અંભેટી મુકામે વરસાદનો ભોગ બનેલા ૨૫૦થી વધુ કુટુંબોને અનાજ, રાશન  વગેરેની મદદ પુરી પાડી છે.
 આ કાર્યને સફળ બનાવવા શાળાના શૈક્ષણિક સ્ટાફ અને બિન શૈક્ષણિક સ્ટાફ પોતાનો સહયોગ પૂરો પડ્યો હતો.