અંતે વાપીમાં બલીઠા સબવે ઉપયોગી નિવડયો
- byDamanganga Times
- 06 August, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૦૫ ઃ વાપી સહિત વલસાડ જિલ્લામાં ગત ૨૩ જુલાઈના રોજ પડેલા ધોધમાર વરસાદ બાદ સર્જાયેલી પૂરની સ્થિતિમાં વાપી શહેરના પૂર્વ-પડ્ઢિમ વિસ્તારને જોડતો બલીઠા સબવે વાહનચાલકો માટે આશીર્વાદરૂપ સાબિત થયો છે.
ચોમાસાની શરૂઆતમાં જ રેલ્વે લાઈન પર આવેલ જે-ટાઈપનું મોટું ગરનાળું અને નાનું ગરનાળું વરસાદી પાણીથી છલકાઈ જતા દિવસો સુધી બંધ કરી દેવામાં આવ્યા હતા. તેની સાથે પગપાળા અવરજવર માટે જૂના ફાટક પાસે આવેલો પેલેસ્ટ્રિયન સબવે પણ પાણીથી ભરાઈ જતા સ્વિમિંગ પૂલ જેવી સ્થિતિ સર્જાઈ હતી. પરિણામે પૂર્વથી પડ્ઢિમ અને પડ્ઢિમથી પૂર્વ જવા માટે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
આવી કટોકટીની સ્થિતિમાં બલીઠા ખાતે આવેલું નવું સબવે હજારો વાહનચાલકો માટે ઍકમાત્ર વિકલ્પ બન્યું હતું. સત પડતા વરસાદ છતાં આ સબવેમાં પાણી ભરાયા ન હોવાથી તેને સત ખુલ્લો રાખવામાં આવ્યો હતો. સબવેમાં લગાવવામાં આવેલી પાણી ખેંચવાની મોટરોને કારણે વરસાદી પાણીનો તાત્કાલિક નિકાલ થઈ જતા ટ્રાફિક વ્યવહાર વિક્ષેપ વિના ચાલુ રહ્ના હતો. જોકે ઍક દિવસ બલીઠા સબ સ્ટેશનમાં વીજ સપ્લાય ખોરવાઈ જતા મોટરો બંધ રહેતા સબવેમાં પાણી ભરાવાની શક્યતાના પગલે સાવચેતીના ભાગરૂપે તેને કલાકો માટે બંધ કરવો પડ્યો હતો. વીજ પુરવઠો પુનઃસ્થાપિત થતા જ તંત્રઍ સફાઈ કરી સબવેને ફરી વાહન વ્યવહાર માટે શરૂ કરી દીધો હતો. ચોમાસા દરમિયાન દર વર્ષે પૂર્વ-પડ્ઢિમના સંપર્ક માટે સર્જાતી સમસ્યાના ઉકેલરૂપે બલીઠા સબવે સ્થાનિકો માટે મોટી રાહત બની રહ્ના છે.
