વાપી મનપા વિસ્તારમાં પૂરગ્રસ્ત વેપારીઓ માટે આર્થિક સહાય યોજના દિવાસ્વપ્ન જેવી
- byDamanganga Times
- 06 August, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રનિનિધિ)
વાપી, તા. ૦૩ ઃ જુલાઈ-૨૬માં ભારે વરસાદ અને પૂરને કારણે વાપી મહાનગરપાલિકા વિસ્તારમાં નુકસાન પામેલા વાણિજ્ય, વેપારી અને સેવાકીય ક્ષેત્રના લોકોને રાહત આપવા રાજ્ય સરકારે ઉચ્ચક રોકડ સહાય યોજના જાહેર કરી છે. જોકે મોટાભાગના દુકાનદારો પાસે જીઍસટી નંબર ન હોવાથી આવા હજારો વેપારો આ સહાય યોજનાથી વંચિત રહી જશે. આ યોજનાઉદ્યોગ અને ખાણ વિભાગના તા.૧૫/૦૭/૨૦૨૬ના ઠરાવ અને કલેક્ટર વલસાડના તા.૦૧/૦૮/૨૦૨૬ના હુકમથી મહાનગરપાલિકા કક્ષાની સહાય સમિતિની રચના પણ કરવામાં આવી છે. વાપી મનપા કમિશનરને આ યોજના અંતર્ગત અરજીઓ કરવાની રહેશે. સહાય ચાર પ્રકારના અસરગ્રસ્તોને મળશે. લારી/રેકડી ધારકને રૂ. ૭,૫૦૦, ૪૦ ચો.ફૂટ સુધીની નાની સ્થાયી કેબિનને રૂ. ૨૫,૦૦૦, ૪૦ ચો.ફૂટથી વધુની મોટી કેબિનને રૂ. ૫૦,૦૦૦ અને પાકી દુકાન ધરાવનારને રૂ. ૧,૦૦,૦૦૦ની ઉચ્ચક સહાય ચૂકવવામાં આવશે. જ્યારે હજારો પાકી દુકાનના કિસ્સામાં છેલ્લા ત્રિમાસિક ઞ્લ્વ્ રિટર્ન ભરેલું હોવું ફરજિયાત છે. સહાય માટે નુકસાનીના ફોટો/વિડિયો, મનપાનો નુકસાનીનો દાખલો, રહેઠાણ અને ઓળખના પુરાવા, દુકાનના સ્થળનો પુરાવો અને બેંકની વિગતો સાથે તા.૩૦/૦૯/૨૦૨૬ સુધીમાં વાપી ઘરવેરા વિભાગમાં અરજી કરવા અપીલ કરી છે.જો અસરગ્રસ્તે ખ્ભ્પ્ઘ્ની સહાય યોજનાનો લાભ લીધો હોય તો આ યોજનાનો લાભ મળશે નહીં. જોકે મનપાની આ યોજનાથી વેપારી વર્ગમાં નારાજગી જોવા મળી રહી છે. પાકી દુકાન માટે ઞ્લ્વ્ રિટર્નની શરત રાખવામાં આવતા હજારો નાના દુકાનદારો આ લાભથી વંચિત રહી જશે તેવી દહેશત છે. મોટાભાગના દુકાનદારો મનપાને કાયદેસર કોમર્શિયલ વેરો અને વ્યવસાય વેરો ભરે છે, પરંતુ તેમની આવક ઍટલી નથી કે તેઓ ઞ્લ્વ્ રિટર્ન ભરે. તેઓ પાસે જીઍસટી નંબર પણ નથી. બીજી તરફ ગેરકાયદેસર લારી-ગલ્લા ધારકોને ઓછા ડોક્યુમેન્ટ સાથે સહાય મળી જશે તેવી ફરિયાદ પણ ઉઠી છે. વેપારીઓઍ આ બાબતે કલેક્ટર અને વાપી મનપા કમિશનરને ફેરવિચારણા કરી ઞ્લ્વ્ની શરતમાં છૂટછાટ આપવાની માંગ કરી રહ્નાં છે.
